Rajasthan News : રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વમાં હલચલ મચી ગઈ છે. જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો (Rajasthan BJP Defeat)આપતાં રાજ્યના રાજકીય સમીકરણો ચર્ચામાં આવ્યા છે. ચૂંટણીમાં કારમી હારના કારણો જાણવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રાજસ્થાનના ટોચના નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. અહીં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી (BL Santosh) બીએલ સંતોષે રાજ્યના નેતાઓ સાથે બેઠક યોજીને ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો, ભાજપ માત્ર 10 બેઠકો પર સમેટાયો
રાજસ્થાનમાં કુલ 37 જિલ્લા પ્રમુખોની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર જીત મેળવીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, ભાજપને માત્ર 10 બેઠકો મળી છે. આ પરિણામો રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર માટે રાજકીય રીતે મોટો ઝટકો માનવામાં આવી રહ્યા છે.
ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના સંગઠનમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા સ્તરે પક્ષની નબળી સ્થિતિ અને સ્થાનિક નેતાઓની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.
ચુરુ અને બ્યાવરમાં ક્રોસ વોટિંગથી બદલાયાં પરિણામો
જિલ્લા પ્રમુખની ચૂંટણી દરમિયાન ચુરુ અને બ્યાવરમાં ક્રોસ વોટિંગે રાજકીય સમીકરણો બદલી નાખ્યાં હતાં. ચુરુમાં કોંગ્રેસના કાઉન્સિલરોના ક્રોસ વોટિંગનો ભાજપને ફાયદો થયો હતો. અહીં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડની પુત્રવધૂ કનિકા સિંહે જીત મેળવી હતી.જોકે, બ્યાવરમાં ક્રોસ વોટિંગનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું હતું. આ બંને બેઠકોનાં પરિણામોએ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી હતી.
BAP અને RLPએ પણ નોંધાવી હાજરી
રાજસ્થાનની જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress Rajasthan)અને ભાજપ ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ પોતાની તાકાત બતાવી હતી. આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભારત આદિવાસી પાર્ટી (BAP)એ બે જિલ્લા જીત્યા હતા. જ્યારે હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ નાગૌરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.આ પરિણામો દર્શાવે છે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષો પણ રાજકીય રીતે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાજપની હાર પર કોંગ્રેસે ભજનલાલ સરકારને ઘેરી
ચૂંટણીમાં મળેલી સફળતા બાદ રાજસ્થાન કોંગ્રેસના (Congress Rajasthan)નેતાઓએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાએ (Govind Singh Dotasara) કહ્યું હતું કે રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. જનતાએ ચૂંટણીનાં પરિણામો દ્વારા ભાજપને જવાબ આપ્યો છે.
કોંગ્રેસે આ જીતને રાજ્ય સરકારની કામગીરી સામે જનતાના અસંતોષ તરીકે રજૂ કરી છે. બીજી તરફ, ભાજપ માટે આ પરિણામો સંગઠન અને સરકાર બંનેના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની તક બની શકે છે.
BL સંતોષની બેઠકમાં હારનાં કારણો પર મંથન
ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ મદન રાઠોડ (Madan Rathore), રાજ્ય સંગઠન મહામંત્રી અજય કુમાર અને ચાર રાજ્ય મહામંત્રીઓ હાજર રહ્યા હતા.
બીએલ સંતોષે (BL Santosh) નેતાઓ સાથે ચૂંટણી પરિણામો, સંગઠનની કામગીરી, ચૂંટણી વ્યવસ્થાપન અને સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. હવે ભાજપનું નેતૃત્વ હાર (Rajasthan BJP Defeat)પાછળનાં કારણો શોધીને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
