Uttarpradesh News : ઉત્તર વિધાનસભા ચૂંટણીને (UP Election)લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે, જ્યારે ભાજપ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ દરમિયાન વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતના (Sanjay Raut)એક નિવેદને રાજકીય ચર્ચા જગાવી છે. સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath)ખુલ્લેઆમ પ્રશંસા કરતાં કહ્યું કે, ‘યોગી નથી તો ઉત્તર પ્રદેશ પણ નથી.’ તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
સંજય રાઉતે CM યોગીના કર્યા વખાણ
સંજય રાઉતને (Sanjay Raut)એક પત્રકારે સવાલ કર્યો હતો કે યોગી આદિત્યનાથે (Yogi Adityanath)પોતાને આગામી વિધાનસભા ચૂંટણીમાં (UP Election)મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે, જ્યારે ભાજપમાં સામાન્ય રીતે આવી જાહેરાત થતી નથી. તેના જવાબમાં સંજય રાઉતે યોગી આદિત્યનાથને સક્ષમ નેતા ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે જો યોગી આદિત્યનાથે પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવ્યા છે તો તે પ્રશંસનીય બાબત છે. યોગી એક સક્ષમ વ્યક્તિ છે અને તેઓ પણ યોગીને ખૂબ પ્રેમ કરે છે. સંજય રાઉતે (Sanjay Raut)યોગીને હિન્દુત્વના ટોચના ચહેરા ગણાવતાં કહ્યું કે, ‘યોગી નથી તો ઉત્તર પ્રદેશ પણ નથી.’
યોગીને ધારાસભ્યોનું સમર્થન મળવાનો વિશ્વાસ
સંજય રાઉતે આગળ કહ્યું કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં જ રહેશે અને તેમને પોતાની રાજકીય સ્થિતિ પર પૂરો વિશ્વાસ છે. યોગીને વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળશે અને ચૂંટાઈને આવનારા મોટાભાગના ધારાસભ્યો તેમનું સમર્થન કરશે.
રાઉતે કહ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ ધારાસભ્ય દળના નેતાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં યોગી આદિત્યનાથને વિશ્વાસ છે કે ચૂંટણી બાદ ચૂંટાઈને આવનારા ધારાસભ્યો તેમની સાથે ઊભા રહેશે. તેમના આ નિવેદનને ઉત્તર પ્રદેશમાં યોગીના રાજકીય પ્રભાવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
ભાજપમાં આંતરિક નારાજગીના સવાલ પર શું બોલ્યા?
સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાજપમાં કેટલાક નેતાઓ યોગી આદિત્યનાથથી નારાજ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે આવી સ્થિતિ દરેક રાજકીય પક્ષમાં જોવા મળે છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે પક્ષમાં મતભેદ અને નારાજગી હોવી સામાન્ય બાબત છે. જોકે, યોગી આદિત્યનાથને મળનારા સંભવિત ધારાસભ્યોના સમર્થન અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંજય રાઉતના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ
સંજય રાઉતનું (Sanjay Raut)નિવેદન એટલા માટે પણ ચર્ચામાં છે કે તેમની પાર્ટી શિવસેના (UBT) ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પણ આ ગઠબંધનની મહત્વપૂર્ણ સાથી છે. આવી સ્થિતિમાં વિપક્ષી ગઠબંધનના નેતા દ્વારા ભાજપના મુખ્યમંત્રીની પ્રશંસા કરવી રાજકીય રીતે ચર્ચાનો વિષય બની છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં યોગી આદિત્યનાથના નેતૃત્વ અને ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરાને (BJP CM Face)લઈને રાજકીય નિવેદનબાજી વચ્ચે સંજય રાઉતની ટિપ્પણીએ નવી ચર્ચા જગાવી છે.
