Not Set/ આજથી તમારું ગ્રોસરી બિલ અને રેસ્ટોરેન્ટનું બિલ જરા ધ્યાનથી ચૂકવજો

આજથી તમારું ગ્રોસરી બિલ જરા ધ્યાનથી જોવાનું શરૂ કરી દેજો. મૈક્સિમમ રિટેલ પ્રાઇસ (એમઆરપી) પર વેચાતી ચોકલેટ, ટુથપેસ્ટ, શેમ્પુ, વોશિંગ પાઉડર, અને શેવિંગ ક્રીમ જેવી કેટલીય પ્રોડક્ટ્સના ભાવ ઘટી જશે. કારણ કે, ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સના સૌથી ઊંચા 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સ્લેબમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. ગ્રોસરી બીલ જ નહીં પરંતુ તમે […]

Top Stories

આજથી તમારું ગ્રોસરી બિલ જરા ધ્યાનથી જોવાનું શરૂ કરી દેજો. મૈક્સિમમ રિટેલ પ્રાઇસ (એમઆરપી) પર વેચાતી ચોકલેટ, ટુથપેસ્ટ, શેમ્પુ, વોશિંગ પાઉડર, અને શેવિંગ ક્રીમ જેવી કેટલીય પ્રોડક્ટ્સના ભાવ ઘટી જશે. કારણ કે, ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સના સૌથી ઊંચા 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સ્લેબમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. ગ્રોસરી બીલ જ નહીં પરંતુ તમે રેસ્ટોરેન્ટનું બિલ પણ બરાબર ચેક કરજો, કારણ કે, રેસ્ટોરેન્ટ બીલને પણ 12 ટકા અને 18 ટકાના સ્લેબમાંથી કાઢીને 5 ટકાના દાયરામાં રખાયા છે. આ સેકટરોની કંપનીઓએ પોતાની ટ્રેડ ચેનલમાં આ અંગે માહિતી આપવાની શરૂઆત કરી દીધી છે કે, ટેક્સ કટનો ફાયદો કન્ઝયુમરને તરત આપવામાં આવે.