આતંકી મૌલાના મસૂદ અઝહરનું સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતના કેટલાક ટોચના નેતાઓ, કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીઓને નિશાન બનાવવા માંગે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને મળેલી માહિતી અનુસાર, આ મિશનને અંજામ આપવા માટે આતંકીઓની એક ટીમ બનાવવામાં આવી છે.
ગત સપ્તાહમાં ગુપ્તચર એજન્સીએ એ તમામ નેતાઓને આ માહિતી આપી દીધી છે, જેઓ આતંકી સંગઠનના નિશાન પર હોવાનું સામે આવ્યું છે. શરૂઆતની જાણકારી અનુસાર, જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તોયબાએ આ કામ માટે હાથ મિલાવ્યો છે. બંને સંગઠન હથિયારો માટે બાંગ્લાદેશ સ્થિત એક કૈડરનો ઉપયોગ કરી રહ્યા છે. એવી માહિતી મળી છે કે, આતંકવાદીઓને આ કામ સોંપવામાં આવ્યું છે, જેમાં કેટલાક તો સીમાની અંદર પણ દાખલ થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે જૈશના ટોચના આતંકી અઝહર પર કાર્યવાહી અને તેનો ભત્રીજો તાલ્હા રશીદ ભારતીય સેનાના હાથે માર્યો ગયો, જેનાથી તેઓ નારાજ છે.
