ગુરૂગ્રામ:
જેલમાંથી વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના બનતી હોય છે. આટલી બધી ચુસ્ત સુરક્ષા વચ્ચે પણ જેલના કેદીઓ સુધી કઈ રીતે પહોંચે છે તે પોલીસ સામે એક સવાલ છે ત્યારે ગુરુગ્રમના ભોડસી જેલમાંથી ૫૦ મોબાઈલ મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન કેદીઓ પાસેથી ૫૦ મોબાઈલ તેમજ બેટરી અને કેટલાક સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંતર્ગત પોલીસે મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે..
