Not Set/ અમદાવાદથી હરિદ્વાર જતી બસ ઉદયપુર પાસે પલટી, 9નાં મોત

ઉદયપુર નજીક આવેલા નેહલા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે…ટુ-વ્હિલરના ચાલકને બચાવવા જતાં બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ પલટી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે બસ ગઈકાલે રાત્રે યાત્રીઓ સાથે અમદાવાદથી નીકળી હતી. 16 દિવસના પ્રવાસમાં બસ પુશ્કર તેમજ હરિદ્વાર જવાની હતી.જો કે ટુ વ્હીલરના ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો…જેમાં દુર્ભાગ્ય પૂર્ણ એ […]

India

ઉદયપુર નજીક આવેલા નેહલા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે…ટુ-વ્હિલરના ચાલકને બચાવવા જતાં બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ પલટી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે બસ ગઈકાલે રાત્રે યાત્રીઓ સાથે અમદાવાદથી નીકળી હતી. 16 દિવસના પ્રવાસમાં બસ પુશ્કર તેમજ હરિદ્વાર જવાની હતી.જો કે ટુ વ્હીલરના ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો…જેમાં દુર્ભાગ્ય પૂર્ણ એ વાત છે કે આં અકસ્માતમાં 6 મહિલાઓ સહિત 9 લોકોનાં મોત નિપજ્યાં છે.. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં અમદાવાદની 6 મહિલા, કર્ણાટકના ૨ પુરુષ અને એક સ્થાનિક પુરુષનું મોત થયું છે.પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદથી હરિદ્વાર જઈ રહેલી બસ સવારે 9 વાગ્યાની આસપાસ ઉદયપુર નજીક પલટી ખાઈ ગઈ હતી. અમદાવાદ-ઉદયપુર હાઈવે પર આ અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે ચાર લોકોનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.