ચીન અને ભારતના સીમાના વિવાદિત વિસ્તાર ડોકલામ ક્ષેત્રમાં ચીને વધુ એકવાર ૧૮૦૦ થી વધુ સૈનિકને તંબુ તાણીને બેસાડ્યા છે. ચીનના આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાન વધી એકવાર વિવાદ સર્જાયો છે. ચીન દ્વારા આ ક્ષેત્રમાં હેલિપેડ, રોડ, શિબિરો બનાવવાનું કામઆરુ છે.
ભારતના સુરક્ષા સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ, ભારતને સ્ટ્રેટજીક લક્ષ્ય મળી ગયું છે અને હવે ચીનને દક્ષિણની તરફ કોઇપણ સ્થિતિમાં રસ્તાનું વિસ્તરણ કરવા દેવામાં આવશે નહીં. આ ક્ષેત્રમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાન સ્થાયી રીતે રહે છે.
મહત્વનું છે કે, ૨૮ મી ઑગસ્ટના રોજ ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે ૭૩ દિવસ સુધી ચાલેલો આ વિવાદ પૂરો થયા બાદ પહેલી વખત જોવા મળી રહ્યું છે કે, ચીનના સૈનિકોએ ભૂતાન ક્ષેત્રમાં અડિંગો જમાવી લીધો છે.
આર્મી ચીફ બિપિન રાવત એ સપ્ટેમ્બરમાં જ ચેતવણી આપી હતી કે, ચીન દ્વારા આ વિવાદાસ્પદ ક્ષેત્રમાં હંમેશા તાકત અજમાવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ કારણે ચુંબી વેલીમાં એક સ્ટ્રેટજીના રૂપમાં સૈનિકોને તૈનાત કરાયા છે. આ પહેલાં ડોકલામમાં ભારતીય સૈનિક ચીનના સૈનિકો પર કયારેય આપત્તિ વ્યક્ત કરતાં નહોતા પરંતુ જૂનમાં જ્યારે રસ્તો બનાવા માટે ચીનના સૈનિકોએ ભારતના સૈનિકોને આ કાર્યમાં જયારે વિરોધ કર્યો ત્યારે અહીંની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.
