Not Set/ પોરબંદરના દરિયામાંથી હેરોઈનનો જથ્થો મળી આવ્યો

સમુદ્રકાંઠા પર પહેરો ભરનાર ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પોરબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ જહાજ ઝડપ્યું છે..જે જહાજમાંથી 1,500 કિલોગ્રામ નશીલા પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપાતા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત આશરે રૂ. 3500 કરોડ થાય છે. દરિયામાં જઈ રહેલા જહાજ પર શંકા જતા કોસ્ટ ગાર્ડે સમુદ્ર પાવક જહાજ દ્વારા શંકાસ્પદ જહાજનો […]

Gujarat

સમુદ્રકાંઠા પર પહેરો ભરનાર ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પોરબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ જહાજ ઝડપ્યું છે..જે જહાજમાંથી 1,500 કિલોગ્રામ નશીલા પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપાતા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત આશરે રૂ. 3500 કરોડ થાય છે. દરિયામાં જઈ રહેલા જહાજ પર શંકા જતા કોસ્ટ ગાર્ડે સમુદ્ર પાવક જહાજ દ્વારા શંકાસ્પદ જહાજનો પીછો કર્યો હતો અને એને સફળતાપૂર્વક આંતર્યું હતું..જેમાં તપાસ કરતા તેમાંથી હેરોઈનનો જથ્થો મળી આવ્યો..ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય ગુપ્તચર વિભાગ, પોલીસ તંત્ર, કસ્ટમ્સ વિભાગ, ભારતીય નૌકાદળ તથા અન્ય એજન્સીઓ દ્વારા આ કેસમાં સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે…તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ જહાજ પનામામાં રજીસ્ટર કરવામાં આવ્યું છે.
તો કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરાયેલો હેરોઈનનો આ સૌથી મોટો જથ્થો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.