Not Set/ BMC એ શત્રુઘ્ન સિન્હાનું જૂહુ સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું

બોલીવૂડ પૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું જૂહુ પર આવેલું આઠ માળનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે, સોમવારના રોજ મુબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામને તોડ્યું હતું તે વખતે શત્રુઘ્ન સિન્હા ઘરમાં જ હજાર હતાં. ઘરમાં તેઓ સિન્હા અને તેમના પરિવાર સાથે તેઓ રહે છે. શત્રુઘ્નએ કહ્યું કે, ઘરમાં મામુલી ગડબડી હતી. અને તેમણે બીએમસી સ્ટાફને હટાવા માટે સમર્થન આપ્યું […]

India

બોલીવૂડ પૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું જૂહુ પર આવેલું આઠ માળનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે, સોમવારના રોજ મુબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામને તોડ્યું હતું તે વખતે શત્રુઘ્ન સિન્હા ઘરમાં જ હજાર હતાં. ઘરમાં તેઓ સિન્હા અને તેમના પરિવાર સાથે તેઓ રહે છે.

શત્રુઘ્નએ કહ્યું કે, ઘરમાં મામુલી ગડબડી હતી. અને તેમણે બીએમસી સ્ટાફને હટાવા માટે સમર્થન આપ્યું હતું.

નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાશે. કોપોરેશનના અધિકારીએ કહ્યું કે, ઘરમાં અગાસી પર એક ટોયલેટ ,ઓફીસ, અને એક પૂજા ઘર પણ બનવામાં આવ્યું હતું. જેમાં પૂજા ઘરને છોડીને બાકીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘરમાં રાખેલા પૂજા ઘરને બીજા સ્થાન પર હટવાનું બીએમસી એ કહ્યું હતું. 6 ડિસેમ્બરે નોટીસ આપવામાં આવી હતી.

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, સરકારે ઘરની અંદર ટોયલેટના બાંધકામને પ્રોત્સાહન આપી રહી છે. આથી અમે અગાશી પર એક શૌચાલય બંધાવ્યું હતું. જેથી બિલ્ડીંગમાં કામ કરવા વાળા લોકો તેનો ઉપયોગ કરી શકે.હું અધિકારીઓને તેમના કામ વગર કોઇપણ અડચણનું સમર્થન કરી રહ્યો છે.