દિલ્હી
બાબા રામદેવ તેમની કંપની પતંજલિના બિઝનેસ સતત આગળ વધારવાનો પ્રયાસ કરતા જ રહે છે.પતંજલીની પ્રોડક્ટ્સને ઓનલાઇન વેચવા મુક્યા પછી હવે રામદેવ ડિજિટલ પેમેન્ટ માટે સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ લાવી રહી છે.પંતજલીના સ્વદેશ સમૃધ્ધી કાર્ડની ખાસિયત એ છે કે આ કાર્ડ લેનારને 5 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવશે.આ કાર્ડને 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે.
આ કાર્ડથી ગ્રાહકો પતંજલિ સ્ટોર, ચીકિત્સાલ્ય અને આરોગ્ય કેન્દ્ર પર પેમેન્ટ કરી શકશે. આના માટે દરેક રજિસ્ટર્ડ કેન્દ્રોમાં પીઓએસ માસીન રાખવામાં આવશે. આ કાર્ડ પર તિરંગા સાથે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તસવીર રાખવામાં આવી છે. આ કાર્ડ બનાવમાં માટે ગ્રાહકે ૧૫૦ રૂપિયા આપવાના રહેશે અને આ કાર્ડને વર્ષના અંતે રીન્યુ કરવા સાથે કાર્ડના ભાડા પેટે ૨૦ રૂપિયા ચૂકવના રહેશે. અને આ વિનાનો લાભ એવા વ્યક્તિને આપવામાં આવશે. કે જેમણે ૬ મહિનામાં ઓછા માં ઓછા ૬ હજાર રૂપિયાની ખરીદી આ કાર્ડ દ્રારા કરી હશે.
પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે, સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ દ્વારા પ્રોડકટ્સની ખરીદી પર ૫થી ૧૦ ટકાનું (કેશ બેક) ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
પતંજલીના સ્વદેશી સમૃધ્ધિ કાર્ડને પહેલીવાર ઓછામાં ઓછા ૧૦૦૦ હજાર રૂપિયાથી રિચાર્જ કરાવવાનું રહેશે અને તેમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયા જરૂરથી રાખવું પડશે. ૪૦૦૦ રૂપિયાના ટોપ-અપ પર ૫ ટકા વધારાની રકમ આપવામાં આવશે.જો તમે કાર્ડમાં ૧ હજાર રૂપિયા જમા કરાવો તો તમને ૧૦૫૦ રૂપિયાનું બેલેન્સ મળશે.
સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ ધારકોને સ્વદેશી નિષ્ઠા સહયોગ યોજના અંતર્ગત વીમા કવર આપવામાં આવશે. કાર્ડ ધારક અથવા કાર્ડ ધારકના નોમિની વ્યકિતના આકસ્મિક મૃત્યુ પર ૫ લાખ રૂપિયા અને સ્થાયી વિકલાંગતા પર અઢી લાખ રૂપિયાની સહાય પતંજલિ તરફથી આપવામાં આવશે.
