ઘણા સમયથી કેટલાક ટેલેન્ટેડ ટીવી કલાકારો બોલિવૂડમાં પ્રવેશ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સસુરાલ સિમર કા ની અભિનેત્રી દીપિકા કક્કડ હવે જે.પી દત્તાની પલટન ફિલ્મમાં જોવા મળશે.
અગાઉ પણ ટીવી સ્ટાર મૌની રોયે ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની કેસરી ફિલ્મ ટોચના અભિનેતા અક્ષય કુમારને ચમકાવતી સાઇન કરી હોવાના સમાચાર મળ્યા હતા. એ પહેલાં પણ સાક્ષી તંવરને આમિર ખાને પોતાની દંગલ ફિલ્મમાં ચમકાવી હતી. અંકિતા લોખંડેને કંગની રનૌતની મણીકર્ણિકા ફિલ્મમાં એક રોલ માટે સાઇન કરાઇ હોવાના સમાચાર વહેતા થયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સસુરાલ સિમર કા માં મુખ્ય રોલ તરીકે કામ કરી ચુકેલી અભિનેત્રી દિપિકા કક્કડ ને જે પી દત્તાએ પોતાની આગામી ફિલ્મ પલટન માટે સાઇન કરી હતી.
અભિનય ક્ષેત્રમાં પ્રવેશ્યા પહેલા દીપિકા એર હોસ્ટેસની તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ તેને અભિનય ક્ષેત્રે રસ જાગતાં આ ક્ષેત્રમાં કામ શોધવાનું શરુ કર્યું હતું.

દીપિકાએ સસુરાલ સીમર કા સીરીયલ માં ઘણા લાંબા સમય સુધી મુખ્ય રોલ ભજવ્યો હતો. પરંતુ વધુ સમય વિતતા અભિનેત્રીએ સીરીયલ છોડી દીધી હતી.
મહત્વનું છે કે, એક સપ્તાહમાં જ અગાઉ ત્રણ અભિનેત્રી પણ પલટનની આ ટીમમાં જોડાઇ હતી. એષા ગુપ્તા અર્જુન રામપાલની પત્નીનો રોલ કરવાની છે, મોનીકા ગીલ હર્ષવર્ધન રાણેની પ્રિયતમાનો રોલ કરવાની છે. હજુ સોનલ ચૌહાણ અને દીપિકા કક્કડ ના રોલ વિશે કોઈ ખુલાસો નથી કરાયો.
