Not Set/ આસામ : માઈક્રોલાઈટ હેલીકોપ્ટર ક્રેશ થતા ઇન્ડિયન એર ફોર્સના બે યુવાન પાયલોટના મોત

નવી દિલ્હી, ગુરુવારે  બપોરે આસામના મજુલી બ્રહ્મપુત્રા નદીના દ્વીપ પાસે ઇન્ડિયન એર ફોર્સનું માઈક્રોલાઈટ હેલીકોપ્ટર ક્રેશ થતા તેમાં સવાર ૨ યુવાન ઇન્ડિયન એર ફોર્સના પાયલોટનું મૃત્યુ થયું છે. ભારતના રક્ષામંત્રીના પીઆરઓ હર્ષવર્ધન પાંડેએ જણાવ્યું હતું કે, મંજુલી દ્વીપ નજીક આ હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. પોલીસ ઓફિસરનું કહેવું છે, કે આ ઘટના સુમોઈમારી ચપોરી પાસે બની […]

Top Stories

નવી દિલ્હી,

ગુરુવારે  બપોરે આસામના મજુલી બ્રહ્મપુત્રા નદીના દ્વીપ પાસે ઇન્ડિયન એર ફોર્સનું માઈક્રોલાઈટ હેલીકોપ્ટર ક્રેશ થતા તેમાં સવાર ૨ યુવાન ઇન્ડિયન એર ફોર્સના પાયલોટનું મૃત્યુ થયું છે.

ભારતના રક્ષામંત્રીના પીઆરઓ હર્ષવર્ધન પાંડેએ જણાવ્યું હતું કે, મંજુલી દ્વીપ નજીક આ હેલીકોપ્ટર ક્રેશ થયું હતું.

પોલીસ ઓફિસરનું કહેવું છે, કે આ ઘટના સુમોઈમારી ચપોરી પાસે બની છે. માઈક્રોલાઈટ હેલીકોપ્ટરમાં ૨ યુવાન આઈએએફ પાયલોટ મજુલી તરફ જઈ રહ્યા હતા.

એર ફોર્સના ઓફિસરના કહેવા પ્રમાણે આ ક્રેશ એ ટેકનીકલ ખામીના લીધે થયું હોય એવું લાગી રહ્યું છે.

માઈક્રોલાઈટ હેલીકોપ્ટરનો કાટમાળ મજુલી નજીકના સુમોઈમારી ગામમાંથી મળી આવ્યો છે. પોલીસ ઓફિસર દ્વારા ક્રેશ થવા પાછળનું કારણ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે મજુલી એ બ્રહ્મપુત્રા નદીનો દુનિયાનો સૌથી મોટો દ્વીપ છે.