Not Set/ અમરેલી : હવનના ભોજન બાદ 30થી વધુ લોકોને થયું ફૂડપોઇઝનિંગ

અમરેલી, અમરેલીમાં રાજુલામાં એકી સાથે 30 લોકોને ફૂડપોઇઝનિંગ થયું હતું. જેથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ રાજુલાના એક વેપારીને ત્યાં માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણા-બધા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભોજન લીધા બાદ 30 લોકોને અચાનક જ ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતા. જેથી તેમને ફૂડપોઇઝનિંગની અસર વર્તાઇ હતી. ફૂડપોઇઝનિંગની અસર […]

Gujarat

અમરેલી,

અમરેલીમાં રાજુલામાં એકી સાથે 30 લોકોને ફૂડપોઇઝનિંગ થયું હતું. જેથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ રાજુલાના એક વેપારીને ત્યાં માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણા-બધા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભોજન લીધા બાદ 30 લોકોને અચાનક જ ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતા. જેથી તેમને ફૂડપોઇઝનિંગની અસર વર્તાઇ હતી. ફૂડપોઇઝનિંગની અસર વર્તાતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સામાજિક અગ્રણી સહિતના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. જો કે હાલ તો આ તમામ લોકોની હાલત નોર્મલ હોવાનું તબીબનું કહેવું છે.