ચેમ્પિયન લીગમાં રીયલ મેડ્રીડ અને જુવેંટસ વચ્ચે થયેલા મુકબલામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક અમાનવીય ગોલ મારી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે ગોલના સૌ વખાણ કરી રહ્યા છે. ફૂટબોલના દીવાના લોકો આ ગોલને અત્યાર સુધીનો સૌથી સુંદર ગોલમાંનો એક ગોલ માને છે.
આપને જણાવી દઈએ કે રોનાલ્ડોએ આ ગોલ બાયસિકલ કિક મારીને કર્યો હતો. રોનાલ્ડોના આ ગોલના ફેન માત્ર તેમના પ્રસંશકો જ નહીં પરંતુ દિગ્ગજ ખેલાડીઓ પણ આ ગોલના ફેન થઇ ગયા છે. રોનાલ્ડોનો આ ગોલ એટલી હદે સુંદર હતો કે કોઈ જોવાવાળો આ ગોલ જોઇને દંભ જ રહી જાય. રોનાલ્ડોના આ ગોલની પ્રશંશા બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી લેબ્રોન જેમ્સે પણ કરી છે.
બુધવારે ડેલી એસ્ટોરીયને રોનાલ્ડોના આ પરાક્રમને “વોટ પ્લેનેટ ડીડ યું કમ ફ્રોમ” નામના શીર્ષક દ્વારા બુરુદવામાં આવ્યું હતું. આ જ રીતે સ્પેનના સમાચાર માર્કાની વાત કરીએ તો તેમને પોતાના કવર પર આ ગોલને “ધ ગોલ” નામનું ટાઇટલ આપ્યું હતું.
Ronaldo ohh my GOD https://t.co/dLCAkXKkO1
— Ali (@CR7i9) April 3, 2018
સમાચારપત્ર અંદર રોનાલ્ડોને “ડી સ્ટેફાનો 2.0” નામનું ટાઇટલ આપીને દર્શાવ્યું હતું કે રીયલ મેડ્રીડની ટીમ જુવેંટસ સામે 1962થી હારી નથી. 1962માં “અલ્ફ્રેડો ડી સ્ટેફાનો” નામના ફૂટબોલ પ્લેયરે માત્ર એક બોલના મદદથી રીયલ મેડ્રિડને જીત આપી હતી. ડી સ્ટેફાનો રીયલ મેડ્રીડના મહાન ખેલાડીઓમાં ગણવામાં આવે છે.
રોનાલ્ડોને તેનાથી પણ વધારે પ્રસંશા તેમની ટીમના પૂર્વ ખેલાડી અલવારો અર્લબોઆથી મળી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ” હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મંગળ ગ્રહના લોકો સાથે પણ ફૂટબોલ રમી શકશે. આ ધરતી પર તો તેમણે બધું જ મેળવી લીધું છે.”
આપને જણાવી દઈએ કે રોનાલ્ડોની મદદથી જ રીયલ મેડ્રિડ ટીમ ક્વાટર ફાઈનલના પ્રથમ ચરણમાં જુવેંટસ સામે 3 ગોલ દગીને જીતી શકી છે. રોનાલ્ડોએ પહેલો ગોલ તો માત્ર ત્રણ મીનીટમાં કરી દીધો હતો, ત્યારબાદ તેમને પોતાની ટીમ માટે આ અસાધારણ ગોલ માર્યો હતો. આ સત્રમાં રોનાલ્ડોનો આ 14 મો ગોલ હતો. રીયલ મેડ્રીડ માટે રોનાલ્ડોએ 2018 થી અત્યાર સુધી 23 ગોલ દાગી દીધા છે. રોનાલ્ડો ચેમ્પિયન લીગમાં લગાતાર દસ મેચમાં ગોલ કરવા વાળો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.
