Not Set/ પેટ્રોલિયમ મિનિસ્ટરે પેટ્રોલ-ડિઝલને GST હેઠળ લાવવા અંગે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ

રાયપુર, દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા મુદ્દે વિપક્ષ દ્વારા પણ સરકાર પર અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે મોદી સરકાર દ્વારા પેટ્રોલ – ડિઝલને એકસમાન કર (GST)માં લાવવા અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર […]

Business

રાયપુર,

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા મુદ્દે વિપક્ષ દ્વારા પણ સરકાર પર અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે મોદી સરકાર દ્વારા પેટ્રોલ – ડિઝલને એકસમાન કર (GST)માં લાવવા અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જણાવ્યું હતું કે, “પેટ્રોલિયમ મંત્રાલય ઈચ્છે છે કે પેટ્રોલિમ પદાર્થને પણ જીએસટી અંદર લાવવામાં આવે”.

ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, “જયારે આંતરરાષ્ટ્રીય બજારના બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થાય છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલિયમ પદાર્થોની કિંમતમાં વધારો કરવામાં આવે છે”.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “માર્ચ મહિના પહેલા પેટ્રોલિયમ પદાર્થનાં ભાવ ઘટ્યા હતા પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થવાના કારણે ભારતમાં પણ ભાવ વધ્યા હતા.

પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ પદાર્થ પર આટલો વધારે ટેક્સ કેમ છે તે પણ એક અલગ વિષય છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જીએસટી કાઉન્સિલ સમક્ષ વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે તેઓ આ અંગે નિર્ણય કરે અને ધીમે ધીમે પેટ્રોલિયમ પદાર્થને સમયાંતરે જીએસટી અંતર્ગત લાવવામાં આવે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “રાજ્યોમાં પણ ધીરે ધીરે આ વિષય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં જીએસટીના સ્વરૂપ અને રાજ્યની આવકને લઈને ચિંતા હતી પરંતુ ધીરે ધીરે જીએસટીની સફળતા સામે આવી રહી છે. પેટ્રોલીયમ મંત્રાલય ઈચ્છે છે કે પેટ્રોલીયમ પદાર્થ પણ જીએસટીના અંદરમાં આવે”.