Not Set/ CWG 2018 : વેઇટલિફ્ટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, વિકાસ ઠાકુરે ૯૪ kg કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ચોથ દિવસે વધુ એક મેડલ પોતાના નામે કરવામાં ભારતીય ખેલાડીઓ સફળ થયા છે. રવિવારે ૧૦ મીટર એયર રાઈફલની સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા બાદ વેઇટલિફ્ટિંગમાં વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે. વેઇટલિફ્ટિંગની ૯૪ કિગ્રા કેટેગરીમાં વિકાસ ઠાકુરે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. Weightlifter #VikasThakur […]

Uncategorized

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ચોથ દિવસે વધુ એક મેડલ પોતાના નામે કરવામાં ભારતીય ખેલાડીઓ સફળ થયા છે. રવિવારે ૧૦ મીટર એયર રાઈફલની સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા બાદ વેઇટલિફ્ટિંગમાં વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે. વેઇટલિફ્ટિંગની ૯૪ કિગ્રા કેટેગરીમાં વિકાસ ઠાકુરે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

વિકાસ ઠાકુરે વેઇટલિફ્ટિંગની ૯૪ કિગ્રા કેટેગરીમાં કુલ ૩૫૧ કિગ્રા વજન ઉચક્યું હતું. જેમાં સ્નેચમાં ૧૫૯ kg ભાર ઉચકીને સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં નોધપાત્ર પ્રદર્શન કરવામાં ઠાકુર નિષ્ફળ રહ્યો હતો.

વિકાસ ઠાકુરે સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં ૧૫૨ kg, બીજા પ્રયાસમાં ૧૫૬ kg અને ત્રીજા પ્રયાસમાં ૧૫૯ kg વજન ઉચકીને નોધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

આ પહેલા રવિવારે ૧૬ વર્ષની મહિલા શૂટર મનુ ભાકેરે ૧૦ મીટર એયર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ૧૦ મીટર એયર રાઈફલમાં હિના સિધ્ધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં મનુને ૨૪૦.૯ પોઈન્ટ મળ્યા હતા જયારે હિનાને ૨૩૪ પોઈન્ટ મળ્યા હતા. જયારે ભારતના નિશાનેબાજ રવિ કુમારે પણ શાનદાર પ્રદર્શન કરતા ૧૦ મીટર એયર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૧૧ મેડલ આવ્યા છે જેમાં ૬ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.