મુંબઇ
મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતના અનેક ફિલ્મ કલાકારોના મોમના પુતળાં બનાવીને મુકવામાં આવ્યાં છે,જેમાં સની લિયોની,વરુણ ધવન,અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન,એશ્વર્યા રાય બચ્ચન,હ્રીતિક રોશન જેવા કલાકારોના નામ સામીલ કવામાં આવ્યા છે.
મેડમ તુસાદના મ્યુઝિયમમાં કલાકારોના પુતળાંઓ પછી હવે એક એવી વ્યક્તિનું પુતળું મુકવામાં આવ્યું છે જેનું નામ સાંભળીને તમને નવાઇ લાગશે. આ નામ ના તો એક્ટરનું છે ના તો એક્ટ્રેસનું છે તે નામ છે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનુ.. આ વખતે મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરણ જોહરનું પુતળું બનાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કારણ જોહરને બોલીવુડમાં આવ્યા તેને 20 વર્ષ થયા છે અને તેમની પહેલી ફિલ્મ ‘કુછ- કુછ હોતા હૈ’ના પણ 20 વર્ષ પુરા થવાના છે. આ ફિલ્મ પછી કરણ જોહરે અનેક સારી ફિલ્મો કરી છે. મેડમ તુસાદ મ્યુઝિયમના ડાયરેકટરે કરણની 12 એપ્રિલના રોજ મુલાકાત કરી હતી અને હવે કરણનું પુતળું બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને આ પુતળું 6 મહિનામાં બનીને તૈયાર પણ થઇ જશે.
https://twitter.com/karanjohar/status/986826191075082240
