મુંબઇ
મહિલાઓના અત્યાચાર માટે સોશિયલ મીડીયામાં શરૂ થયેલી હેશટેગ કેમ્પેઇન #MeeToo હજી સુધી પુરી નથી થઇ અને હજુ પણ ઘણી હીરોઈન અને સ્ત્રીઓ પોતાના જીવનમાં થયેલાં Sexual Harassment માટે અવાજ ઉઠાવી રહી છે.
પાકિસ્તાનની એક એક્ટ્રેસે પણ Sexual Harassment માટે અવાજ ઉઠાવ્યો છે અને તે સોશિયલ સાઈડ પર ખુલીને કહી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પાકિસ્તાની એક્ટ્રેસ મીશા શફીએ પાકિસ્તાની અને બોલીવુડ સિંગર અલી ઝફર પર Sexual Harassmentનો આરોપ લગાવ્યો છે. મીશાએ ટ્વીટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે અલી ઝફરે તેના પર એક વાર નહિ પરંતુ અનેક વાર Sexual Harassment કર્યું છે અને તે બે બાળકોની માતા બની ત્યાં સુધી તેણે આવું કૃત્ય કર્યું હતું.
મીશાએ એ પણ જણાવ્યું કે, તેના સાથે આ થયું ત્યારે તેનો પરિવાર અને તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને તે અલી ઝફરને ઘણાં સમયથી ઓળખતી હતી. મીશાએ છલ્લે લખ્યું કે તે ચુપ રહેવાનો રીવાજ તોડી રહી છે. કેમ કે બીજી છોકરીઓને આ આનાથી સમાજ સામે આવવાની પ્રેરણા મળી શકે.