Not Set/ VIDEO : જય કેદારનાથ, બમ બમ ભોલેના ગુંજ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

કેદારનાથ, દેવાધિદેવ મહાદેવના ૧૨ જ્યોતિલિંગમાંના એક અને ચાર ધામ યાત્રાના એક મુખ્ય પ્રતિક એવા કેદારનાથ મહાદેવના કપાટ રવિવારે ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરના પુજારીઓના પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને શિવ ભક્તોના જય કેદારનાથ, બમ બમ ભોલેના જયકાર સાથે જ આ પવિત્રધામના કપાટ ખુલ્યા હતા. #WATCH: Portals of #Kedarnath shrine opened for devotees. (earlier visuals) #Uttarakhand pic.twitter.com/1pKnNSm5Jg — […]

Top Stories

કેદારનાથ,

દેવાધિદેવ મહાદેવના ૧૨ જ્યોતિલિંગમાંના એક અને ચાર ધામ યાત્રાના એક મુખ્ય પ્રતિક એવા કેદારનાથ મહાદેવના કપાટ રવિવારે ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરના પુજારીઓના પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને શિવ ભક્તોના જય કેદારનાથ, બમ બમ ભોલેના જયકાર સાથે જ આ પવિત્રધામના કપાટ ખુલ્યા હતા.

છ મહિનાના સમયગાળા પછી કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા બાદ ઉત્તરાખંડના રાજ્યપાલ કે કે પૌલ તેમજ વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ્ર અગ્રવાલ સૌપ્રથમ પહોચ્યા હતા અને ભગવાન શિવના દર્શન કર્યાં હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાથે પહોચ્યા છે.

સવારે ૪ વાગ્યે શરુ કરવામાં આવી પૂજા અર્ચના

છ મહિના બાદ રવિવાર સવારે ૪ વાગ્યે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. મંદિરના કપાટ ખોલતાની સાથે ઓમકારેશ્વર મંદિરમાં રહ્યા બાદ ૨૬ એપ્રિલના રોજ ભગવાન શંકર પાલખી કેદારનાથ આવવા માટે નીકળી હતી અને તેને સૌપ્રથમ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે ક, વર્ષો પુરાની માન્યતા પ્રમાણે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ભગવાન શિવ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રહેતા હોય છે અને ત્યારબાદ ૨૬ એપ્રિલના રોજ દેવાધિદેવની પાલખી કેદારનાથ માટે રવાના થયા બાદ આજે મંદિરમાં પ્રવેશ્યા હતા. ત્યારે હવે મહાદેવ ૬ મહિના સુધી કેદારનાથધામમાં જ બિરાજશે.

ત્યારબાદ સવારે ૬ વાગ્યે વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના સાથે આ પવિત્રધામના કપાટ શિવ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ પહેલા મંદિરના પુજારીઓ દ્વારા જળાભિષેક, રુદ્રાભિષેક સહિતની તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

૨૦ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું કેદારનાથ મંદિર

ભગવાન શિવના પવિત્ર ધામમાંના એક કેદારનાથના કપાટ ખુલવાની સાથે મંદિરને પણ ૨૦ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફૂલોની સાથે બિલિપત્ર અને પીપળાના પાનની માળાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ રવિવારથી કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે હવે શિવ ભક્તો દર્શન બાદ લેસર શોની મજા પણ  માની શકશે. આજથી આગામી ૫ મે સુધી દરરોજ ૨૫-૨૫ મિનિટના શો બતાવવામાં આવશે.

આ લેસર શોનું શનિવારે સાંજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આ લેસર શોને હોંગકોંગમાં તૈયાર કરવામાં આવી છે અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ લેસર શોને વિડીયો કોન્ફરન્સ દ્વારા નિહાળ્યો હતો અને તેઓ ખૂબ ખુશ જણાયા હતા