દિલ્હી,
આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજયેપીના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન રાજસ્થાનના પોખરણમાં પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોખરણમાં ૨ અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો, ત્યારે હવે ભારત વધુ એકવાર પોતાની સૈન્ય તાકાતનો પરચો બતાવવા માટે તૈયારી કરી રહ્યું છે.
ભારત પોતાના પ્રથમ આંતર મહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલ અગ્નિ-૫ને લોંચ કરવાનું છે. આ અગ્નિ-૫ બેલેસ્ટીક મિસાઈલને સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાંડ (એસએફજસી)ના હેઠળ શામેલ કરવામાં આવી છે અને તેની મારક ક્ષમતા ૫૦૦૦ કિમી રેન્જની છે.

આ બેલેસ્ટીક મિસાઈલની મુખ્ય ખાસયિત એ છે કે, આ મિસાઈલની ૫ હજાર કિલોમીટરની રેંજમાં કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન, સમગ્ર ચીન સહિત યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સાઓ પણ તેની રડારમાં હશે.
રક્ષા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ૫૦૦૦ કિમી રેન્જની મારક ક્ષમતા ધરાવતી અગ્નિ-૫ મિસાઈલની સિસ્ટમ એસએફજસીની નવી અગ્નિ-૫ યુનિટને આપવામાં આવી છે.
જયારે રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું, “અગ્નિ-૫નું બીજું ટ્રાયલ ટુંક સમયમાં જ કરવામાં આવશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઈલનું પ્રથમ ટ્રાયલ ૧૮ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો.
અપ્રિલ ૨૦૧૨થી અત્યાર સુધી અગ્નિ-૫ના ૪ ડેવલોપમેન્ટ ટ્રાયલ કરવામાં આવ્યા છે ત્યારે હવે પહેલાની જેમ અગ્નિ-૫નું પરીક્ષણ સફળ રહે છે તો મિસાઈલને સ્ટ્રેટેજિક બેસ પર જ શિફ્ટ કરવામાં આવી શકે છે.
