Not Set/ પુત્ર ચાર વિષયમાં ફેલ થતા, પિતાએ ખુશીથી કરી ઉજવણી

  એમપી બોર્ડ નું ૧૦ માં અને 12 માંના રિઝલ્ટ્સ જાહેર થઇ ગયા છે. ઘણી સંખ્યામાં સ્ટુડન્ટસ ફેલ થયા છે. ખજૂરાહોમાં એક વિદ્યાર્થીએ પોતાનું રીઝલ્ટ જોઇને સુસાઇડ કરી લીધું છે. એક તરફ જ્યાં સમજવામાં આવે છે કે સફળતા અને અસફળતા જીવનનો ભાગ હોય છે. ફેલ થવાથી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે અને કોઈ મોટા નિર્ણયો લઇ […]

India

 

એમપી બોર્ડ નું ૧૦ માં અને 12 માંના રિઝલ્ટ્સ જાહેર થઇ ગયા છે. ઘણી સંખ્યામાં સ્ટુડન્ટસ ફેલ થયા છે. ખજૂરાહોમાં એક વિદ્યાર્થીએ પોતાનું રીઝલ્ટ જોઇને સુસાઇડ કરી લીધું છે.

એક તરફ જ્યાં સમજવામાં આવે છે કે સફળતા અને અસફળતા જીવનનો ભાગ હોય છે. ફેલ થવાથી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે અને કોઈ મોટા નિર્ણયો લઇ શકતા નથી.

સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતા 10 માં ધોરણનાં વિદ્યાર્થી આશુ વ્યાસ 6 માંથી 4 વિષયમાં ફેલ થયા છે. આવી પરિસ્થિતિમાં તેમના પિતા તેમના પર ગુસ્સે થવાને બદલે બેટાના ફેલ થવાની બાબતે ઉજવણી કરી હતી.

તેમને ડર હતો કે પુત્ર કોઈ ખોટું પગલું ના ભરી લે, એ માટે તેમને આ બાબતની ઉજવણી કરી હતી. ખુશીમાં તેમણે મીઠાઈઓ પણ વહેંચી હતી. આશુએ તેમના પિતાને વચન આપ્યું છે કે તે ફરી આ વિષયોની તૈયારી કરશે અને પાસ થશે.