Not Set/ ક્રિકેટ મેચ દરમિયાન થયા બોમ્બ વિસ્ફોટ: આઠ લોકોના થયા મૃત્યુ , ૫૦ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાનમાં રમાઈ રહેલા એક ક્રિકેટ મેચ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોના મૃત્યુ થયા અને અન્ય ઘણાં ઈજાગ્રસ્ત થયા છે કાબુલ : . આ વિસ્ફોટ અફઘાનીસ્તાનના પૂર્વીય શહેર જલાલાબાદમાં થયા હતા. પવિત્ર માસ રમજાન શરુ થવાના અવસર પર એક ફૂટબોલ સ્ટેડીયમમાં આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા. પ્રાંત પરીષદના સદસ્ય સોહરાબ કાદરીએ જણાવ્યું […]

World Trending

અફઘાનિસ્તાનમાં રમાઈ રહેલા એક ક્રિકેટ મેચ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોના મૃત્યુ થયા અને અન્ય ઘણાં
ઈજાગ્રસ્ત થયા છે
કાબુલ : . આ વિસ્ફોટ અફઘાનીસ્તાનના પૂર્વીય શહેર જલાલાબાદમાં થયા હતા. પવિત્ર માસ રમજાન શરુ થવાના અવસર
પર એક ફૂટબોલ સ્ટેડીયમમાં આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા.

પ્રાંત પરીષદના સદસ્ય સોહરાબ કાદરીએ જણાવ્યું કે બે રોકેટોના કારણે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૮ લોકોનું મૃત્યુ થયું છે
અને ૫૦ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયેલા છે. નાંગરહારના પ્રાંત ગવર્નરના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગયાનીના કહેવા મુજબ સ્ટેડીયમમાં
એક પછી એક ત્રણ વિસ્ફોટોમાં આંઠ દર્શકોનું મૃત્યુ થયું અને ૪૩ અન્ય ઈજાગ્રસ્ત થયા છે

.
આ બે વિસ્ફોટોની જવાબદારી હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને લીધી નથી. મહત્વનું છે કે પાકિસ્તાની સીમારેખા થી
જોડાયેલ નાંગરહારમાં આ વર્ષે હિંસક ઘટનાઓમાં ખુબજ વધારો થયો છે. ગયા અઠવાડિયે રાજ્ય લેખ કાર્યાલય પર થયેલા હુમલામાં
૧૫ લોકોના મૃત્યુ થયા હતા.