સાર્વજનિક ક્ષેત્રની એનર્જી એફીશીએંસી સર્વિસેસ લિ. (ઇઇએસએલ) એ ઉજાલા કાર્યક્રમ અંતર્ગત 30 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ થયું છે. પ્રધાનમંત્રી મોદીએ જાન્યુઆરી 2015 માં આ યોજનાની શરૂઆત કરી હતી, જે આજે દુનિયાનું સૌથી મોટું એલઇડી વિતરણ કાર્યક્રમ છે.
વીજળી મંત્રાલય હેઠળ આવનાર એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવર ગ્રીડની સંયુક્ત ઉદ્યમ ઇઇએસએલ એ એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે દેશમાં 30 કરોડ એલઇડી વિતરણમાં પ્રતિવર્ષ 3895.2 કરોડ કિલોવોટ પ્રતિ કલાકની ઉર્જા બચત થઇ છે. રૂપિયામાં કુલ 15,581 કરોડ રૂપિયાના મૂલ્યની ઉર્જા બચત થઇ છે.
2005 અને 2030 વચ્ચે ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં 33 થી 35 ટકા ઘટાડો થયો છે. આ અર્થમાં ઊર્જા કાર્યક્ષમતા એક મુખ્ય વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. ઉજાલા યોજના ઊર્જા સંરક્ષણની દ્રષ્ટિએ સરકારનો નોંધપાત્ર કાર્યક્રમ છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા બચતમાં તેની ભૂમિકાને સ્વીકારવામાં આવી છે.
