Not Set/ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’નો પ્રથમ લુક રિલીઝ,જુઓ

મુંબઈ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’ ના કીરદારોના પ્રથમ લુક રિલીઝ કરવામાં આવ્યા છે. કરણ જોહરએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. કરણ જોહર ત્રણ એનિમેટેડ પોસ્ટરોને શેર કર્યા છે. જેમાંનું પહેલું ટાઈગર શ્રોફનું છે.આ ઉપરાંત તેમણે અનન્યા પાંડે અને તારાના લુકને પણ શેર કર્યું છે. https://www.instagram.com/p/BjH8DRNHt8V/?taken-by=karanjohar# આપને જણાવી દઈએ કે […]

Entertainment

મુંબઈ

કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’ ના કીરદારોના પ્રથમ લુક રિલીઝ કરવામાં આવ્યા છે. કરણ જોહરએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. કરણ જોહર ત્રણ એનિમેટેડ પોસ્ટરોને શેર કર્યા છે. જેમાંનું પહેલું ટાઈગર શ્રોફનું છે.આ ઉપરાંત તેમણે અનન્યા પાંડે અને તારાના લુકને પણ શેર કર્યું છે.

https://www.instagram.com/p/BjH8DRNHt8V/?taken-by=karanjohar#

આપને જણાવી દઈએ કે આ ત્રણ પોસ્ટરો માંથી સૌથી વધારે વાર લોકોએ તારાના પોસ્ટરને લાઈક  કર્યું છે. 11 કલાકમાં 2 લાખથી પણ વધારે વાર તારના પોસ્ટર જોવામાં આવ્યું છે. ત્રણેય પોસ્ટરોનું  બેકગ્રાઉન્ડ એકસરખુ રાખવામાં આવ્યું છે. તારા હોટ પેન્ટ પહેરીને જોવા મળી રહી છે. ત્યારે જિન્સ ટોપના અનન્યા દેખાય રહી છે. ટાઇગર શ્રોફ એથલિટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/BjH8YNOH8kB/?taken-by=karanjohar#

ઉલ્લેખનીય છે કે પુનીત મલ્હોત્રા દ્વારા નિર્દશન કરવામાં આવેલ આ ફિલ્મ 23 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઑફ ધ યર” નો બીજો ભાગ છે. જે 2012 માં આવી હતી. પ્રથમ ભાગમાં, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઋષિ કપૂર અને સના સઇદ અહમ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટએ બોલીવુડમાં  કરણ જોહરની આ ફિલ્મથી જ ડેબ્યું કર્યું હતું.

https://www.instagram.com/p/BjH8NLIHRlV/?taken-by=karanjohar#