મુંબઈ
સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ ના ઘણા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે અને વધુ એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે કે જેમાં સોનમ કપૂર અને રણબીર કપૂર સાથે જોવા મળી રહ્યા છે. જણાવી એ કે આ ફિલ્મમાં સોનમ ટીના મુનીમની ભૂમિકા નિભાવી રહી છે.
આપને જણાવી દઈએ કે ટીના મુનીમ એ સંજય દત્તની પ્રથમ ગર્લફ્રેન્ડ હતી. એવું કહેવાય છે કે સંજયની પ્રથમ ફિલ્મ ‘રોકી’ના શૂટિંગ દરમિયાન ટીના અને સંજય એક બીજાના નજીક આવ્યા હતા.
A still from #Sanju's crazy romantic love life! #SanjuTrailer out in 5 days on May 30th. #RanbirKapoor @VVCFilms @foxstarhindi @sonamakapoor pic.twitter.com/1ZE0Sa1oo7
— Rajkumar Hirani (@RajkumarHirani) May 25, 2018
આ પોસ્ટર ફિલ્મના નિર્દશક રાજકુમાર હિરાનીએ તેના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું છે આ પોસ્ટરમાં રણબીરની પાછળ સોનમ જોવા મળી રહી છે. પોતાના ટ્વીટર પર હિરાનીએ લખ્યું કે.. સંજુની ક્રેઝી રોમેન્ટિક લવ લાઇફમાંથી એક સીન. સંજુના ટ્રેલર 5 દિવસમાં રિલીઝ કરવામાં આવશે. 30 મે ના દિવસે આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે આ પહેલું પોસ્ટર છે કે જેમાં રણબીરના સિવાય બીજું કોઈ સાથે જોવા મળ્યું છે. અત્યાર સુધી ફિલ્મના તમામ પોસ્ટરો રિલીઝ કરવામાં આવ્યા છે સંજય દત્તના જુદા જુદા અંદાજ દર્શાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે.
