શ્રીનગર,
દેશનું એક સમયે સ્વર્ગ માનવામાં આવતું જમ્મુ-કાશ્મીર રાજ્ય છેલ્લા કેટલાક સમયથી આંતકવાદ અને અન્ય સંગઠનોની ઉશ્કેરણીના કારણે કરાઈ રહેલા પથ્થરબાજોનું નિશાન બની રહ્યું છે. આ હરકતોના કારણે દિવસે ને દિવસે જમ્મુ અને ઘાટીમાં હાલત તણાવપૂર્ણ બની રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતોની સાથે સાથે સ્થાનિક લોકો દ્વારા પણ સુરક્ષાબળના જવાનો પર પથ્થરબાજી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકો દ્વારા કરાઈ રહેલા આ પથ્થરબાજીને લઇ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો કેવી રીતે સુરક્ષાબળના જવાનો પર પથ્થર ફેંકી રહ્યા છે.
#WATCH: Locals pelt stones on vehicles of security forces after five terrorists were gunned down by them in Tangdhar sector on May 27. One of the terrorists killed, belonged to Pulwama. #JammuAndKashmir pic.twitter.com/G9gMthsgLA
— ANI (@ANI) June 4, 2018
તો બીજી બાજુ આ બેખોફ પથ્થરબાજો વિના કોઈ કાયદાની પરવાહ કર્યા વિના આર્મીના વાહનોને ટાર્ગેટ કરી રહ્યા છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પથ્થરબાજો રસ્તા પર દોડીને આર્મીના વાહનોને ઘેરી રહ્યા છે જયારે બીજી બાજુ સુરક્ષાબળોના જવાનો રીત સર કેવી રીતે પોતાના જીવ બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને લાચાર જણાઈ રહ્યા છે.
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, “આ પથ્થરબાજી ૨૭ મેના રોજ સુરક્ષાબળો દ્વારા તંગધાર સેક્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સામે આવી હતી. ઠાર કરાયેલા ૫ આતંકીઓમાંથી એક પુલવામાં સેક્ટરનો રહેવાસી હતો.
૨ જૂનના દિવસે પણ ઘાટીમાં CRPFના એક વાહન પર પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન અફરાતફરીમાં આર્મીના વાહનની ચપેટમાં આવતા ત્રણ યુવકોના મોત થયા હતા.
જો કે ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ વિસ્તારના કેટલાક ભાગોમાં પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો તેમજ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.
