2019ની લોકસભા ચૂંટણીને માત્ર 20 માસ જેટલો જ સમય બચ્યો છે. એવામાં તેઓ રાજકીય તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં લાગી ગયા છે. તેમની નજર મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકના વિધાનસભા ચૂંટણી પર પણ છે. ભાજપ સંગઠન અને કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફાર કરીને રાજકીય સમીકરણો ઉપરાંત સામાજિક સમીકરણોને પણ સાધવા માગે છે. JDUના NDAમાં આવ્યાં બાદ તેઓના પ્રયાસ તમિલનાડુની સત્તાધારી AIADMKને સાથે લાવવાની છે…તમિલનાડુમાં જયલલિતાના નિધન પછી AIADMKના પૂર્વ સીએમ ઓ.પન્નીરસેલવમ અને હાલના સીએમ ઈ.પલાનીસામીના એમ બે જૂથમાં વહેંચાયેલું છે…તો સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને જૂથના એકજૂથ કરીને NDAમાં સામેલ કરવાની કમાન પીએમ મોદીએ સંભાળી રાખી છે. મોદી બંને નેતાઓ સાથે પોતે વાત કરી રહ્યાં છે…તો બીજી તરફ અરૂણ જેટલી અને રાષ્ટ્રીય મહાસચિવ પી.મુરલીધર રાવ બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવવામાં જોતરાયેલાં છે. બંને જૂથોમાં સીએમ પદ અને મહાસચિવ પદ મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે હવે વચ્ચેનો માર્ગ કાઢીને પન્નીરસેલ્વમને સીએમ અને પલાનીસામીને મહાસચિવ બનાવવાના ફોર્મુલા પર કામ થઈ રહ્યું છે…જો કે ભાજપના એક રણનીતિકારનો દાવો છે કે આ મહિને જ બંને જૂથનું વિલીનીકરણ થઈ જશે અને આગામી સપ્તાહે અમિત શાહની મુલાકાત સમયે કેટલાંક પરિણામો બહાર આવી શકે છે.
