પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે ફીફા 2018 ની ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટયાનો રોનાલ્ડોની તુલના ‘પોર્ટ વાઈન’ સાથે કરી હતી. આપને જણાવી દઈએ કે પોર્ટ વાઈન જેમ-જેમ જૂની થતી જાય છે એમ-એમ સ્ટ્રોંગ થતી જાય છે.
ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ બુધવારે ગ્રુપ ‘બી’ માં રમાયેલા પોર્ટુગલ અને મોરક્કો વચ્ચેના મેચમાં રોનાલ્ડોના એકમાત્ર ગોલથી પોર્ટુગલ ટીમ જીતી હતી. આ ગોલ ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ચોથી જ મીનીટમાં કરી નાખ્યો હતો.
આ પહેલા 2010 માં વર્લ્ડ ચેમ્પિયન સ્પેન વિરુદ્ધ ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ હેટ્રિક ફટકારી મેચ ડ્રો કરાવી હતી. આપને જણાવી દઈએ કે રશિયા 2018 માં રમી રહેલા ફીફા મેચમાં ચારેય ગોલ ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના નામે છે.
પાછલા ત્રણ વર્લ્ડ કપમાં ક્રિસ્ટિઆનો માત્ર 3 ગોલ જ કરી શક્યા હતા, પરંતુ આ ફીફા મેચ 2018 માં માત્ર બે જ મેચમાં રોનાલ્ડો ચાર ગોલ લગાવી ચુક્યા છે.
