Not Set/ સૌરાષ્ટ્ર શાળાઓની ફી વસુલવામાં મનમાની, કોંગ્રેસે આ મુદ્દે ડીઈઓ ને આપી ચીમકી

સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓમાં સંચાલકો પોતાની મન મરજી પ્રમાણે ફી વસુલી રહ્યા છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ આગેવાન નેતાઓએ જીલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી અને આ બાબતે ધ્યાન દોરવા જણાવ્યું હતું. કોંગ્રેસે જીલ્લા શિક્ષાન અધિકારીની ઓફિસમાં વાલીઓની વ્હારે જઈ અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓનાં વાલીઓ પાસે ફી વસુલવામાં મનમાની કરશે તો […]

Top Stories Gujarat Rajkot

સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓમાં સંચાલકો પોતાની મન મરજી પ્રમાણે ફી વસુલી રહ્યા છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ આગેવાન નેતાઓએ જીલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી અને આ બાબતે ધ્યાન દોરવા જણાવ્યું હતું.

કોંગ્રેસે જીલ્લા શિક્ષાન અધિકારીની ઓફિસમાં વાલીઓની વ્હારે જઈ અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓનાં વાલીઓ પાસે ફી વસુલવામાં મનમાની કરશે તો તેની પ્રતિક્રિયા રૂપે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સરકારે ખાનગી શાળાઓનાં ફી નિયમન અંગે કાયદો બનાવ્યો છે. જેના અંતર્ગત ખાનગી શાળાઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફીની તુલનામાં શાળાઓ તેનાથી વધુ ફી ના વસુલી શકે. પરંતુ અહી પરિસ્થિતિ આનોખી જ જોવા મળી રહી છે. શાળાઓનાં સંચાલકો સરકાર પર પણ પોતાની દાદાગીરી જમાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલી હજારો શાળાઓ પોતાની મનની મરજી પ્રમાણે ફી વસુલી રહ્યા છે. જેના કારણે વાલીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

શાળાઓનાં સંચાલકોને ફી વસુલવા અંગેની માહીતીઓને ફી રેગ્યુલેટેડ કમિટી(એફાઆરસી) ને મોકલવાની હોય છે. પરંતુ સૌરાષ્ટ્રની 5000 શાળાઓની 40 જેટલી શાળાઓ જ આ નિયમોનું પાલન કરી રહી છે. જયારે બાકીની બધી શાળાઓ પોતાની મનમાની પ્રમાણે ફી વસુલી અને શિક્ષાન જગત અને વાલીઓ પર અત્યાચાર કરી રહી છે.