Not Set/ મહારાષ્ટ્રમાં પ્લાસ્ટીકના ઉપયોગ પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ

મુંબઈ, મહારાષ્ટ્રમાં આજથી પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકની સંગ્રહખોરી, ઉત્પાદન કે ઉપયોગ કરવા પર દંડ વસૂલવામાં આવશે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ માટે રેઇડ કરવામાં આવશે. અગાઉ પ્લાસ્ટિકના પૂરતા વિકલ્પ ન હોવાના કારણે પેકેજિંગ સહિતના કેટલાક અન્ય ઉત્પાદનોમાં રાહત આપવાની વેપારીઓની માગ હતી. પરંતુ રાહતની મર્યાદા પૂરી થયા બાદ આ […]

Top Stories India

મુંબઈ,

મહારાષ્ટ્રમાં આજથી પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકની સંગ્રહખોરી, ઉત્પાદન કે ઉપયોગ કરવા પર દંડ વસૂલવામાં આવશે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ માટે રેઇડ કરવામાં આવશે. અગાઉ પ્લાસ્ટિકના પૂરતા વિકલ્પ ન હોવાના કારણે પેકેજિંગ સહિતના કેટલાક અન્ય ઉત્પાદનોમાં રાહત આપવાની વેપારીઓની માગ હતી. પરંતુ રાહતની મર્યાદા પૂરી થયા બાદ આ આશા તૂટી ગઈ.

મહારાષ્ટ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ:

નાના વેપારીઓએ મેન્યુફેક્ચરિંગ કરતી મોટી કંપનીઓના કારણે તેમને અન્યાય થતો હોવાની વાત કરી. બોમ્બે હાઈકોર્ટે પ્લાસ્ટિક બંધીમાં કોઈપણ પ્રકારની રાહત નથી આપી. આ મામલે વધુ સુનાવણી 20 જુલાઈએ થશે. મહારાષ્ટ્ર સરકારે
કોર્ટને જણાવ્યું કે સ્થાનિક સત્તાધિકારીઓને પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ અને પ્લાસ્ટિક કચરાનો સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા કરવા માટે એક તંત્રની રચના કરવા માટે આદેશ આપ્યો છે.

સરકારે 23 માર્ચે એકવાર વપરાયેલી થેલી, ચમચી, પ્લેટ, થર્મોકોલની વસ્તુઓ સહિત પ્લાસ્ટિકની તમામ સામગ્રીના નિર્માણ, વપરાશ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ આદેશને સરકારની મનમાની, કાયદાનો દુરુપયોગ અને આજીવિકા રળવાના મૌલિક અધિકાર પર તરાપ ગણાવીને  પડકારવામાં આવી હતી. કોર્ટે ગત એપ્રિલમાં અપાયેલા આ આદેશ પર પ્રતિબંધ મૂકવાની મનાઈ કરી હતી.

કેટલી વસ્તુઓ પ્રતિબંધિત:

પ્લાસ્ટિકના હેંડલ અને હેંડલ વિનાની થેલીઓ, સ્ટ્રો, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની થાળી, વાટકી, ગ્લાસ, કાંટા-ચમચી, ચપ્પા, વાસણ અને ડબ્બા, હોટલ્સ, રેસ્ટોરાં અને કોઈપણ પ્રકારના ફૂડ સ્ટોલમાં પાર્સલ માટે વપરાતા વાસણ, નૉન ઓવન પ્રોલીપ્રૉપિલીન બેગ,
ચા, કોફી વગેરેના પાઉચ, કપ, થર્મોકોલથી બનેલી વસ્તુઓ,

પહેલીવાર દોષિતને 5,000 દંડ
બીજીવાર દોષી ઠર્યા તો 10,000 દંડ
ત્રીજીવાર દોષિત હશો તો 25 હજાર રૂપિયા દંડ અને 3 મહિનાની જેલ

મુંબઈ ક્ષેત્રની સીમામાં BMCએ પ્લાસ્ટિક ઉપયોગકર્તાઓ પાસેથી દંડ વસૂલવા માટે 249 લોકોની ખાસ ટીમ બનાવી છે. આ ટીમને વાદળી જેકેટ આપવામાં આવ્યું છે. સાથે દંડ વસૂલવા માટેનો આદેશપત્ર પણ આપવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકનો વિકલ્પ દર્શાવતા એક્ઝિબિશનમાં કપડા, કાગળ અને જૂટ બેગ સહિતનષ્ટ થનારી થેલીઓનો વિકલ્પ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રવિવાર સુધી આ એક્ઝિબિશન ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે તેવો અંદાજ છે. ઉદ્ઘાટન સમારોહમાં પર્યાવરણ મંત્રી રામદાસ કદમ, યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરે, BMC કમિશ્નર અજય મહેતા, IAS વિજય સિંઘલ અને નિધિ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.