એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્કની ત્રીજી વાર્ષિક સભામાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી ભારતના અલગ આર્થિક મુદ્દા પર બોલ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ તેમના પ્રવચન દરમિયાન સૌથી પહેલા કહ્યું હતું કે, ‘એક વિકાસશીલ દેશ હોવાના કારણે આપણા બધાના પડકારો લગભગ એક સમાન છે.’
સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એશિયામાં હજુ પણ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સંબંધિત સમસ્યાઓ છે અને એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક અહીં રિસોર્સીસ બનાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ એઆઈઆઈબી બેન્ક અને ભારત બંને સાથે મળીને આર્થિક વિકાસ માટે વિસ્તૃત અને સસ્ટેનબલ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં તેઓ નવી પીપીપી મોડેલ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેબિટ ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેંટ ટ્રસ્ટ અમલમાં લાવવાના છે. ભારતના આર્થિક વિકાસ પર વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે ગ્લોબલ ઇકોનોમિમાં ભારત એક બ્રાઇટ સ્પૉટની જેમ ઉભરી આવ્યું છે. આ ઉપરાંત એક લાંબા રાહ જોવી પછી આર્થિક બાબતોમાં ભારતના રેટિંગ્સ પણ સુધાર્યા છે. અહીં તેઓ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પણ વાત કરી હતી.
રોકાણના મુદ્દાઓ પર મોદીએ જણાવ્યું હતું કે ભારત સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી દેશ છે અને અમે બિઝનેસ માટે નિયમો વધુ સરળ બનાવીએ છીએ. આ સિવાય ભારત પાસે રોકાણકારોને સૌથી વધુ રોકાણનું મોટું મૂલ્ય છે અને વિદેશી રોકાણકારો માટે આ દેશ લો રિસ્ક પોલિટિકલ ઇકોનોમી છે. સાથે સાથે પીએમએ જણાવ્યું હતું કે તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં મોંઘવારીની માંગણી રેંજ પર રહી છે.
