નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં આજે સનસનાટી મચાવી દેનારી ઘટના સામે આવી છે. દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક પરિવારના 11 વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા છે. ઘટના સ્થળ પહોંચેલી દિલ્હી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં હતા. પોલીસના જણાવ્યા મુજબ આ આત્મહત્યાનો મામલો હોય શકે છે. જે કે, આ મામલે હાથ તપાસ ચાલી રહી છે. આ ઘરમાંથી મળી આવેલા 11 મૃતદેહોમાંથી સાત મહિલા અને ચાર પુરૂષની લાશ મળી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બુરાડી વિસ્તારના એક મકાનમાંથી એક જ પરિવારના 11 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકોના શબ લટકેલા હતા અને આંખો પર પટ્ટી બાંધેલી હતી.
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘરમાં તમામ 11 વ્યક્તિના શબ લટકેલા હતા અને આંખો પર પટ્ટી બાંધેલી હતી. એક ઘરમાંથી એક સાથે 11 શબ મળતાં આ વિસ્તારમાં સનસનાટી પ્રસરી ગઈ છે. આ ઘટનાસ્થળે પોલીસ અધિકારી પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા આસપાસમાં રહેતા પડોસીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ ઘટના આત્મહત્યાનો બનાવ છે કે હત્યા કે પછી કોઈ અન્ય એન્ગલનો તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ પરિવાર આ વિસ્તારમાં છેલ્લાં 22-23 વર્ષથી રહેતો હતો. આ પરિવારને દૂધ અને પ્લાયવુડની દુકાન છે. આ સાથે એક કરીયાણાની પણ દુકાન ધરાવે છે.
#Visuals from Delhi's Burari where bodies of 7 women and 4 men have been found at a house; Police present at the spot, investigation on. pic.twitter.com/CjuReQbaXT
— ANI (@ANI) July 1, 2018
પોલીસના જણાવ્યા અનુસાર આ 11 મૃતકોમાં બે ભાઈઓ અને તેમની પત્નીઓ. લગભગ 16 અને 17 વર્ષના બે યુવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં એક વૃદ્ધ માતા અને બહેનનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ 10 વ્યક્તિના ફાંસીના માંચડે ટીંગાડાયેલી હાલતમાં મળ્યા હતા. જ્યારે એક વૃદ્ધાનું ગળું દબાવીને મોત નીપજાવવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ એવું પણ જણાવ્યુ હતું કે આ મહિલાની હત્યા કરવામાં આવી હશે તેવું મનાય છે. જયારે જે 10 વ્યકિતના લટકેલી હાલતમાં મૃતદેહો મળ્યાં છે તે તમામ ફર્સ્ટ ફ્લોર પરથી જ મળ્યાં હતા.
