Not Set/ સુરત: 24 કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ, કેપિટલ ગ્રીન સોસાયટીમાં દીવાલ ધરાશાયી

સુરત સુરત શહેરમાં 24 કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં આખો દિવસ પાલિકા તંત્ર દોડતું રહ્યું હતું. દરમિયાન વેસુ ખાતે કેપિટલ ગ્રીન સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતાં ભય ફેલાયો હતો. દિવાલ ધરાશાયી થતી રહિશોઓએ કેમેરામાં કેદ કરી હતી. વરસાદની આગાહી વચ્ચે ગત રોજ સુરતમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. […]

Top Stories Gujarat Trending

સુરત

સુરત શહેરમાં 24 કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં આખો દિવસ પાલિકા તંત્ર દોડતું રહ્યું હતું. દરમિયાન વેસુ ખાતે કેપિટલ ગ્રીન સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતાં ભય ફેલાયો હતો. દિવાલ ધરાશાયી થતી રહિશોઓએ કેમેરામાં કેદ કરી હતી.

વરસાદની આગાહી વચ્ચે ગત રોજ સુરતમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ભુવા અને વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા. આ દરમિયાન વેસુ ખાતે આવેલી કેપિટલ ગ્રીન સોસાયટીમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.

વેસુ ખાતે આવેલી કેપિટલ ગ્રીન સોસાસટીની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે. ભારે વરસાદના પગલે જમીન ઘસી રહી હતી. દરમિયાન રહિશોનું ધ્યાન ગયું હતું. જેથી સોસાયટીમાંથી લોકો નીચે ઉતરી આવ્યા હતા.

દરમિયાન દિવાલમાં તિરાડ પડી ગઈ હતી. ત્યાર બાદ જોત જોતામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેથી લોકોએ વીડિયો ઉતારી લીધો હતો. સાથે લોકોમાં પાલિકા સામે રોષ પણ જોવા મળ્યો હતો.