Not Set/ કેટરીનાના બર્થ-ડે પર મળી તેને આ ખાસ ભેટ, “ઝીરો”થી કેટરીનાનો પ્રથમ લૂક રિલીઝ

મુંબઈ શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફેની ફિલ્મ ‘ઝીરો’થી કેટરીનાનો પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. શાહરૂખ અને અનુષ્કા બંનેએ તેમના Instagram એકાઉન્ટ પર કેટરીનાના આ લૂકને શેર કર્યો છે. જણાવીએ કે, 16 મી જુલાઇએ કેટરીના પોતાના જન્મદિવસ ઉજવણી કરી રહી હતી અને તેના આ ખાસ દિવસને ખાસ બનાવવા માટે તેના આ લૂકને શેર […]

Uncategorized

મુંબઈ

શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફેની ફિલ્મ ‘ઝીરો’થી કેટરીનાનો પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. શાહરૂખ અને અનુષ્કા બંનેએ તેમના Instagram એકાઉન્ટ પર કેટરીનાના આ લૂકને શેર કર્યો છે. જણાવીએ કે, 16 મી જુલાઇએ કેટરીના પોતાના જન્મદિવસ ઉજવણી કરી રહી હતી અને તેના આ ખાસ દિવસને ખાસ બનાવવા માટે તેના આ લૂકને શેર કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ ફોટામાં કેટરીનાની પાછળ બોડીગાર્ડ્સ જોવા મળી રહ્યા છે આ તસ્વીરમાં કેટરીના સિરિયસ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર કેટરીના આ ફિલ્માં હિરોઈનના રોલમાં છે.

https://instagram.com/p/BlS7D84jcoX/?utm_source=ig_embed

આ ફિલ્મમાં શાહરૂખ ઠીગુંજી બન્યા છે અને અનુષ્કા વૈજ્ઞાનિકની ભૂમિકામાં છે. કેટરીના અને અનુષ્કાએ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. તે આ વર્ષે 21 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

https://instagram.com/p/BlS6dtVA7l0/?utm_source=ig_embed

આ વર્ષે ઇદના ખાસ દિવસે આ ફિલ્મનું ટીઝરને લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં સલમાન ખાન પણ જોવા મળ્યા હતા.