તમે “વાંદરાના હાથમાં મશાલ” જેવા મહાવરો તો સાંભળ્યા જ હશે પરંતુ જો વાંદરાના હાથમાં બૉમ્બ દઈ દેવામાં આવે તો? તો શું થાય? ચાલ જૉઈએ

ખરેખર! ઉત્ત્તરપ્રદેશના ફતેહપુરમાં કોઈ રીતે વાંદરાઓના હાથે સુતારી અથવા ભીતીયા બૉમ્બનું પૅકેટ આવી ગયું હતું. ત્યારબાદ આ વાનરસેનાએ પુરા વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી.

ગુરુવારે ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાનાં એક વિસ્તારમાં વાંદરાઓ દ્વારા સુતરી બૉમ્બ ફેંકવાના કારણે 3 લોકો ધયાલ થઇ ગયા હતા.

ફતેહપુરના મનુના પૂર્વા વિસ્તારમાં વાંદરાઓને ક્યાંકથી પ્લાસ્ટિક બેગ મળી ગયું હતું. બેગમાં સુતરી બૉમ્બ હતા. વાંદરાઓ બોમ્બથી રમવા લાગ્યા હતા. તે સમયે સુત્રી બૉમ્બ પાડવાના કારણે તેમાંથી ઘમકા થવા લાગ્યા હતા. આ ઘટનામાં એક બાળક સાથે ત્રણ લોકો ધયાલ થઇ ગયા હતા. જે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી છે.

આ ઘટનામાં ગુલાબ ગુપ્તા નામના એક 60 વર્ષીય વૃદ્ધ પણ ઘાયલ થયા છે, જે પોતાના પુત્રના પુત્રની રાહ જોઈ રહ્યા હતા.

