નવી દિલ્હી,
રાજધાની દિલ્હીમાં સત્તા પર બિરાજમાન થયા બાદ કેજરીવાલ સરકારે ૨૦૧૫માં ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. ત્યારબાદ આ મામલે “ઓફિસ ઓફ પ્રોફિટ”ના આરોપ બતાવતા આ તમામ ધારાસભ્યોની નિમણુંકને ચેલેન્જ કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે સોમવારે ઈલેક્શન કમિશનમાં આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરાશે.
સોમવારે ચુંટણીપંચ દ્વારા હવે દિલ્હી હાઇકોર્ટના આદેશ અનુસાર ”ઓફિસ ઓફ પ્રોફિટ”ની પરિભાષા નક્કી કરવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. નોધનીય છે કે, આ પહેલાની સુનાવણીમાં EC દ્વારા આપના ૨૦ ધારાસભ્યોની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં અરજીકર્તાને ક્રોસ વેરિફાઇ કરવા માટે મંજુરી આપવા માટેની માંગ કરાઈ હતી.
જો કે ચીફ ઇલેકશન કમિશનર ઓ પી રાવત, ઇલેકશન કમિશનર સુનિલ અરોડા અને અશોક લવાસાએ પોતાના ૭૦ પાનાનાં આદેશમાં સાફ રીતે કહ્યું હતું કે, “આ મામલે અરજીકર્તાને ક્રોસ વેરિફાઇ કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે તેઓ આ મામલાના કાર્યવાહી માટે કોઈ સાક્ષી નથી”.
મહત્વનું છે કે, આ પહેલા ઇલેકશન કમિશને આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને “ઓફિસ ઓફ પ્રોફિટના” આરોપમાં તેમની સદસ્યતા રદ્દ રદ્દ કરી હતી, અને અંતિમ મહોર માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ તમામ mlaની ઉમેદવારીને અયોગ્ય ઠેરવતા રદ્દ કરી હતી.
