અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલને આજે વિસનગર કોર્ટે રાયોટિંગના કેસમાં દોષિત ગણીને બે વર્ષની સજા ફટકારી છે, એટલું જ નહીં, કોર્ટે તેને રૂ. ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ સજાની જાહેરાત પછી હાર્દિકે ટ્વીટર પર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
અત્રે જાણવું જરૂરી છે કે, ગત તા. 23મી જુલાઈ, 2015ના રોજ વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડના કેસમાં કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલ એમ ત્રણ જણને દોષિત જાહેર કરીને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જયારે બાકીના ૧૪ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
વિસનગર કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવ્યા પછી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલ દ્વારા એક પછી એક એમ પાંચ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિક પટેલનું પહેલું ટ્વીટ
હાર્દિક પટેલે પોતાની પહેલી ટ્વીટમાં કહ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલીને તેના માટે બનાવાયેલા લેવલ પર હલ કરી શકાય નહીં, તે મુશ્કેલીને તેના લેવલથી ઉપર ઉઠવાથી જ હલ કરી શકાય છે. ઈન્કલાબ જિંદાબાદ
किसी भी मुश्किल को उसके बनाये गए लेवल पर हल नहीं किया जा सकता, उस मुसीबत को उस लेवल से ऊपर उठने पर ही हल किया जा सकता है। इंक़लाब ज़िंदाबाद
— Hardik Patel (@HardikPatel_) July 25, 2018
હાર્દિક પટેલનું બીજું ટ્વીટ
હાર્દિકે તેની બીજા ટ્વીટમાં જણાવ્યું છે કે, સામાજિક ન્યાય અને સામાજિક અધિકારની માટે લડવું જો ગુનો છે તો હા હું ગુનેગાર છું. સત્ય અને અધિકારની લડાઈ લડવા વાળા જો બાગી છે તો હા હું બાગી છું. સલાખોની પાછળ સત્ય, કિસાન, યુવાઓ અને ગરીબોની માટે લડવાવાળા મારા અવાજને ભાજપની હિટલરશાહી સત્તા દબાવી નહીં શકે.
https://twitter.com/HardikPatel_/status/1022017102037872646
હાર્દિક પટેલનું ત્રીજું ટ્વીટ
હાર્દિકે તેના ત્રીજા ટ્વીટમાં જણાવ્યું છે કે, મોત અને કફન બાંધીને ચાલી રહ્યો છું. સલાખો (જેલના સળિયા)થી નથી ડરતો, જો વાત મારી હોત તો બેસી જાત ઘરમાં, પરંતુ વાત છે કરોડો ગરીબ લોકોની છે.
मौत और कफ़न बाँध कर चल रहा हूँ।सलाखों से नहीं डरता,बात अगर मेरी होती तो बैठ जाता घर में,लेकिन बात करोड़ों ग़रीब लोगों की हैं।
— Hardik Patel (@HardikPatel_) July 25, 2018
હાર્દિક પટેલનું ચોથું ટ્વીટ
હાર્દિકે પોતાના ચોથા ટ્વીટમાં લખ્યું છે કે, મારી ફિતરતમાં છે જાલીમોનો મુકાબલો કરવાનું અને હકની માટે લડવાનું. જેટલો દબાવશો તેટલો જ પડકાર બનીને ઉભરી આવીશ.
मेरी फितरत में है जालिमों से मुकाबला करना और हक़ के लिए लड़ना।जितना दबाओगे उतना ही चुनौती बन के उभरउंगा।
— Hardik Patel (@HardikPatel_) July 25, 2018
હાર્દિક પટેલનું પાંચમું ટ્વીટ
હાર્દિક પટેલે તેના પાંચમાં ટ્વીટમાં સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગુજરાતની ચૂંટણી પૂર્વે ભાજપ કહેતું હતું કે, અમે બધા આંદોલનકારીઓ પર કરેલા કેસો પરત લઇ લીધા છે તો પછી આ સજાનું એલાન ક્યાં ગુનાહમાં છે???
https://twitter.com/HardikPatel_/status/1022038054679314432
