Not Set/ આતંકીઓને જડબાતોડ જવાબ આપશે દેશની પહેલી વુમન SWAT ટીમ

દેશની પહેલી ઓલ વુમન SWAT ટીમ આજથી દિલ્હીમાં મોર્ચો સંભાળશે. ગૃહમંત્રી  રાજનાથ સિંહ આ સ્પેશિયલ વુમન કમાન્ડો ટીમને દિલ્હીની સુરક્ષામાં તૈનાત કરશે. 36 મહિલા કોન્સ્ટેબલની આ SWAT ટીમમાં બધા ઉત્તરપૂર્વ રાજ્યોમાંથી છે. નેશનલ અને ઇન્ટરનેશનલ સિક્યોરિટી અને ડિફેન્સ એક્સપર્ટે 15 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ આમને તૈયાર કર્યા છે.  જણાવી દઈએ કે પુરુષ કમાન્ડો ને 12 […]

Top Stories India

દેશની પહેલી ઓલ વુમન SWAT ટીમ આજથી દિલ્હીમાં મોર્ચો સંભાળશે.

ગૃહમંત્રી  રાજનાથ સિંહ આ સ્પેશિયલ વુમન કમાન્ડો ટીમને દિલ્હીની સુરક્ષામાં તૈનાત કરશે.

36 મહિલા કોન્સ્ટેબલની આ SWAT ટીમમાં બધા ઉત્તરપૂર્વ રાજ્યોમાંથી છે.

નેશનલ અને ઇન્ટરનેશનલ સિક્યોરિટી અને ડિફેન્સ એક્સપર્ટે 15 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ આમને તૈયાર કર્યા છે.  જણાવી દઈએ કે પુરુષ કમાન્ડો ને 12 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

SWAT નો અર્થ સ્પેશિયલ વેપન એન્ડ ટેકટિસ ટીમ થાય છે. આ મહિલાઓને સેન્ટ્રલ અને સાઉથ દિલ્હીની સંવેદનશીલ જગ્યાઓ પર તૈનાત કરવામાં આવશે.

મહિલાઓની આ ટીમને લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ પર તૈનાત કરવામાં આવી શકે છે.

ટીમમાં સામેલ મહિલા પોલીસ અધિકારીઓને સ્પેશિયલ કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી છે. તેઓને ટેરર સ્ટ્રાઇક અને હોસ્ટેજ ક્રાઈસીસ જેવી સ્થિતિઓમાં લાડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ મહિલા SWAT ટીમના સદસ્યો એમપી5 સબમશીન ગનથી લેસ હશે. એમપી5 સૌથી તાકાતવાળી રાઇફલ માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટના દિવસે આ ટીમ લાલ કિલ્લાની સુરક્ષાની જવાબદારી સંભાળી શકે છે.

36 સભ્યોની આ ટીમમાં મોટાભાગના સદસ્યો આસામના છે. 13 મહિલા કોન્સ્ટેબલ આસામની રહેવાસી છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મણિપુરથી 5-5 સદસ્યો છે. મેઘાલયથી ચાર, નાગાલેન્ડથી બે તેમજ મિઝોરમ અને ત્રિપુરાથી 1-1 સદસ્ય છે.

ટીમના કેટલાક સદસ્યો એન્ટી ટેરર વેન પરાક્રમમાં તૈનાત થઇ શકે છે.

જણાવી દઈએ કે આ ટીમને હેન્ડ ગ્રેનેડ કીટ, વાયરલેસ સેટ, 20 મીટર નાઈલોન દોરડું, પેન્સિલ ટોર્ચ, બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ હેલ્મેટ, કટર અને કમાન્ડો ડેગર (ચાકુ) પણ આપવામાં આવ્યું છે.

અમેરિકાની જેમ ઘણા દેશોમાં SWAT ટીમ બનાવવામાં આવી છે. ભારતમાં પણ મુંબઈ જેવા  હુમલાઓ બાદ આવી ટીમ બનાવવાની કોશિશ શરુ થઇ હતી.