Not Set/ અર્થતંત્ર માટે સારી ખબર : ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃધ્ધિ ચાર મહિનાની ટોચ પર

મોંઘવારી મામલે લાંબા સમયથી ચર્ચામાં રહેલી મોદી સરકાર અને દેશમાં આર્થિક મોર્ચા પર સારા સમાચાર છે. જુનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને આ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)માં વધારાનો દર ગત્ત ચાર મહિનામાં સૌથી વધારે રહ્યો છે. જુનમાં આઈઆઈપી ગ્રોથ 7 ટકા રહી છે, જે મે મહિનામાં 3.2 ટકા હતી. ઔદ્યોગિક […]

Top Stories India Business

મોંઘવારી મામલે લાંબા સમયથી ચર્ચામાં રહેલી મોદી સરકાર અને દેશમાં આર્થિક મોર્ચા પર સારા સમાચાર છે. જુનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને આ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)માં વધારાનો દર ગત્ત ચાર મહિનામાં સૌથી વધારે રહ્યો છે. જુનમાં આઈઆઈપી ગ્રોથ 7 ટકા રહી છે, જે મે મહિનામાં 3.2 ટકા હતી.

ઔદ્યોગિક ઉત્પાદનમાં થયેલા વધારામાં સૌથી વધારે યોગદાન મેન્યુફેક્ચરિગ ક્ષેત્રનું રહ્યું, જે વિકાસ દર 2.8 ટકાથી વધીને 6.9 ટકા થઇ ગયું. તે ઉપરાંત કેપિટલ ગુડ્સમાં પણ વધારો જોવા મળ્યો. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં તહેવારી માંગ વધારે હોવાનાં કારણે મેન્યુફેક્ચરિગમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિગ ની મહત્વની ભાગીદારી છે.એક સર્વેના આધારે આઈઆઈપી વિકાસ દર 5.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ આંકડાઓ આવ્યા બાદ આર્થિક મુદ્દાના સચિવ સુભાષ ચંદ્રએ ટ્વિટ કર્યું, જુનમાં આઈઆઈપી ગ્રોથ ના આંકડા શાનદાર રહ્યા હતા. આઇઆઇપી સાત ટકાના દરથી વધ્યો છે. કેપિટલ ગુડ્સની વૃદ્ધિનો દર 9.6 ટકાનો રહ્યો હતો. પહેલા ત્રિમાસિકમાં આઈઆઈપીની વૃદ્ધિ 5.2 ટકા છે. નિમાર્ણમાં પણ આ પ્રકારનો વધારો નોંધાયો છે.

23માંથી 19 ઔદ્યોગિક ગ્રુપમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ. કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રોથ 44 ટકા રહ્યો. આઈઆઈપી માં 40.27 ટકા હિસ્સો રાખનારા આઠ ઢાંચાના ક્ષેત્રોમાં 6.7 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન સીમેન્ટ, રિફાઇનરી ઉત્પાદન અને કોલસા ક્ષેત્રના બે આંકડાઓની વૃદ્ધિ દર પ્રાપ્ત કર્યો હતી.