પતંજલિ સિમકાર્ડ પછી બાબા રામદેવે પતંજલિની નવી એપ્લિકેશન “કિંભો” ફરીથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પતંજલિની આ એપ્લિકેશન વોટ્સએપને પણ ટક્કર આપશે. કિંભો પ્લેટફોર્મ પર ફોટોઝ, વીડિયો, ડૂડલ તેમજ સ્ટિકર્સ અને જીઆઇએફ ફોર્મેટ પણ સપોર્ટ કરશે. આ કિંભોમાં લોકેશન સિસ્ટમ પણ હશે.
પહેલીવાર આ એપને મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. જોકે, સિક્યોરિટી કારણોસર તેને એક જ દિવસમાં પરત ખેંચવામાં આવી હતી. આવો જાણીએ શું હશે ખાસ આ એપ્લિકેશનમાં….
- પતંજલિનાં સ્પોકપર્સન એસ. કે. તિજરાવાલાએ જણાવ્યું હતું કે, ’કિંભો એ એક સંસ્કૃત શબ્દ છે. જેનો મતલબ શું ચાલી રહ્યું છે અથવા શું સમાચાર છે તેવો થાય છે.’

- કિંભો પ્લેટફોર્મ ફોટોઝ, વીડિયો, ડૂડલ તેમજ સ્ટિકર્સ અને GIF ફોર્મેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત હાલ વોટ્સએપમાં જે ફીચર આવી રહ્યાં છે. તે દરેક ફીચર પણ હશે.

- પતંજલિની આ એપ્લિકેશન વીડિયો ચેટ પણ સપોર્ટ કરશે. યૂઝર્સ એકબીજા સાથે વીડિયો ચેટ પણ કરી શકશે. જોકે, ગ્રુપ કોલિંગ વિશે હજુ વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

- આ એપ્લિકેશન લોકેશન શેરિંગ ફીચરને પણ સપોર્ટ કરશે. આ ફીચરની મદદથી તમે ચેટમાં જ ફ્રેન્ડ્સ સાથે લોકેશન શૅર કરી શકશો.

- આ એપ્લિકેશન એન્ક્રિપ્ટેડ મેસેજ સપોર્ટ કરશે. કિંભોનું કહેવું છે કે વોટ્સએપની જેમ જ ચેટમાં AES અને end-to-end એન્ક્રિપ્ટેડ મેસેજ સપોર્ટ થશે. એટલે કે માત્ર સેન્ડર અને રિસિવર જ કન્ટેન્ટ જોઈ શકશે. આ દરમિયાન જો કોઈ વચ્ચે મેસેજ ઈન્ટરસેપ્ટ કરવાની કોશિશ કરે તો તે એન્ક્રિપ્ટેડ જ દેખાશે.

- કિંભોના જણાવ્યાનુસાર તે ઘોસ્ટ ચેટ અને મેસેજ ઓટો ડિલેટની પણ સુવિધા આપશે. જોકે, કંપનીએ આ ફીચર્સ વિશે વધુ કશું કહ્યું નથી.

- જ્યારે મે મહિનામાં એપ્લિકેશન લોન્ચ થઈ હતી ત્યારે સિક્યોરિટી કારણોને લીધે તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે આ એપ્લિકેશન ફુલી ફીચર સિક્યોરિટી સાથે આવી રહી છે. જોકે, રિસર્ચર્સના જણાવ્યાનુસાર આ એપ્લિકેશન ‘બોલો’ એપ્લિકેશનને ઘણી જ મળતી આવે છે.

- વોટ્સએપની જેમ જ કિંભો એપ્લિકેશનમાં પણ માઈક્રોફોન, ફોન કોન્ટેક્ટ, ડિવાઈસ આઈડી, ફોટોઝ, મલ્ટિમિડીયા, કેમેરા અને અન્ય પરમિશન્સ માગશે.
