Not Set/ દીકરી નમિતાએ અટલજીના અસ્થિનું ગંગા નદીમાં કર્યું વિસર્જન, અમિત શાહ – રાજનાથ સિંહ રહ્યા હાજર

નવી દિલ્હી, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. ત્યારબાદ શુક્રવારે અટલજીનો પાર્થિવદેહના સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે અટલ બિહારી વાજપેયીની અસ્થિનું વિસર્જન દેશભરની નદીઓમાં કરવામાં આવશે અને તેની શરૂઆત હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવાની સાથે થઇ ગઈ છે. Haridwar: […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. ત્યારબાદ શુક્રવારે અટલજીનો પાર્થિવદેહના સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે અટલ બિહારી વાજપેયીની અસ્થિનું વિસર્જન દેશભરની નદીઓમાં કરવામાં આવશે અને તેની શરૂઆત હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવાની સાથે થઇ ગઈ છે.

રવુવારે ૨ કિમી લાંબી કળશ યાત્રા કાઢ્યા બાદ આ યાત્રા હર કી પૌડી ઘાટ પર પહોંચી હતી, અને ત્યાં દીકરી નમિતા ભટ્ટાચાર્યએ અટલજીના અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કર્યું હતું.

જો કે આ પહેલા ૨ કિલોમીટર લાંબી અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવી રહી છે. હરિદ્વારના ભલ્લા કોલેજ ગ્રાઉન્ડમાંથી આ યાત્રા શરુ થઇ છે અને હવે તે તે હર કી પૌડી ઘાટ પર પહોંચી છે.

આ યાત્રામાં વાજપેયીના દીકરી નમિતા સહિત તેઓના તમામ પરિવારજનો યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, સરકારના તમામ મંત્રીની સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા છે.

અટલ બિહારી વાજપેયીના દીકરી નમિતા અને પુત્રી નિહારિકા રવિવાર સવારે સ્મૃતિ સ્થળ પર પહોચ્યા હતા અને પૂર્વ પ્રધાનમંત્રીની અસ્થિઓને એકત્રિત કરી હતી. ત્યારબાદ તેઓ અટલજીના પરિવારજનો અસ્થિ કળશ સાથે હરિદ્વાર માટે રવાના થવાના છે.

આ પહેલા ભાજપના નેતાભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે , “પવિત્ર શહેરમાં થનારા અસ્થિ વિસર્જન કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહેવાના છે”.

મળતી માહિતી મુજબ, દેશના એક યુગપુરુષ એવા અટલજીના અસ્થિ કળશ યાત્રામાં શામેલ થવા માટે ૨૦૦ બસોમાં ૧૫૦૦૦ ભાજપના કાર્યકર્તાઓ ઉત્તરાખંડના દહેરાદૂનથી હરિદ્વાર પહોંચી ચુક્યા છે. આ ઉપરાંત હરિદ્વારના ઘાટો પર પહેલેથી લોકો પહોચી પણ ચુક્યા છે.

ઉપેન્દ્ર યાદવે વધુમાં જણાવતા કહ્યું, “પૂર્વ પ્રધાનમંત્રીના અસ્થિઓને લઇ યાત્રા સવારે ૧૦.૪૫ વાગ્યે હરિદ્વારના ભલ્લા કોલેજ ગ્રાઉન્ડથી શરુ થશે અને ત્યારબાદ પૌડી ઘાટ પર પહોચ્યા બાદ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલજી માટે ૨૦ ઓગષ્ટના રોજ દિલ્હીમાં એક સર્વદલીય શ્રાધ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે”.

મહત્વનું છે કે,  એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીએ રાગુરુવારે રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ ગુરુવાર રાત્રે ૯ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને તેઓના કૃષ્ણા મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને લાવ્યા બાદ અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો.

અટલજીના અંતિમ દર્શન બાદ તિરંગમાં લપેટવામાં આવેલો અટલજીના પાર્થિવદેહને સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.