Not Set/ ચીનને મોટો ઝટકો : જિનપિંગ ની મહત્વાકાંક્ષી યોજનામાંથી મલેશિયાની પીછેહટ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની અતિ મહત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ(ઓબીઓઆર) પરિયોજના ને મોટો ઝટકો લાગ્યો છે. મલેશિયાએ આ પરિયોજનામાંથી ટેકો પાછો ખેંચી લેતા, આ પરિયોજનાને કેન્સલ કરી દીધી છે. પોતાની ચીન યાત્રાના છેલ્લા દિવસે એમણે આ વિષે જાણકારી આપી છે. જણાવી દઈએ કે ભારત સહીત દુનિયાના તમામ દેશોને ચીનના આ પ્રોજેક્ટ થી આપત્તિ છે. ભારત […]

Top Stories World

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની અતિ મહત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ(ઓબીઓઆર) પરિયોજના ને મોટો ઝટકો લાગ્યો છે. મલેશિયાએ આ પરિયોજનામાંથી ટેકો પાછો ખેંચી લેતા, આ પરિયોજનાને કેન્સલ કરી દીધી છે. પોતાની ચીન યાત્રાના છેલ્લા દિવસે એમણે આ વિષે જાણકારી આપી છે. જણાવી દઈએ કે ભારત સહીત દુનિયાના તમામ દેશોને ચીનના આ પ્રોજેક્ટ થી આપત્તિ છે. ભારત ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિવાદિત ક્ષેત્રોમાંથી નીકળતી ચીનની આ પરિયોજના ને પોતાની સંપ્રભુતા વિરુદ્ધ દર્શાવી છે.

એવી આશંકા દર્શાવાઈ રહી છે કે ચીન આ પરિયોજના(ઓબીઓઆર) ચલાવવા માટે આપવામાં આવનારી મોટી રકમનો લોન ટ્રેપના રૂપમાં ઉપયોગ કરી શકે છે. મલેશિયાના રાષ્ટ્રપતિ મહાતિર મોહમ્મદે પણ પૈસાનો જ હવાલો આપતા પરિયોજના કેન્સલ કરવાની જાણકારી આપી છે. મહાતીરે જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને પ્રધાનમંત્રી બંનેએ એમના આ ફેંસલાનો સ્વીકાર કર્યો છે. આ પહેલા ચીને દાવો કર્યો હતો કે પરિયોજના માટે થનાર રોકાણ બંને દેશો માટે ફાયદાકારક છે.

આ પ્રોજેક્ટમાં 20 અરબ ડોલરની ઇસ્ટ કોસ્ટ રેલ રિંગ અને 2.3 અરબ ડોલરના બે એનર્જી પાઈપલાઈન બનાવવાના હતા જે પહેલાથી જ સસ્પેન્ડ ચાલી રહ્યા છે. મહાતીરે કહ્યું કે આમાં ઘણા પૈસા લગાવવાની જરૂર હતી, અને એટલું અમારું સામર્થ્ય નથી. અમે આ પૈસા ચૂકવી શકીએ એમ નથી. તેમજ હાલ અમને મલેશિયામાં આ પ્રોજેક્ટ્સની જરૂર પણ નથી. જોકે, મહાતીરે કહ્યું કે જો જરૂર પડી, તો ભવિષ્યમાં આ પ્રોજેક્ટ(ઓબીઓઆર) ફરી શરુ કરવામાં આવી શકે છે. પીએમએ કહ્યું કે હમણાં મલેશિયાનું ફોકસ રાષ્ટ્રીય કર્જને ઘટાડવાનું છે.

મહાતીરે પહેલાની નજીબ રજકની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કર્જને લઈને અમે સતર્ક નહિ રહીએ તો અમે દેવાળું ફૂંકી શકીએ છીએ. નજીબ રજકને હરાવીને મહાતિરે સત્તામાં મેળવી છે.