Not Set/ “યે રિશ્તા… માં ફરી જોવા મળશે એક્ટ્રેસ હિના ખાન, 2 વર્ષ પહેલા છોડ્યો હતો શો..

મુંબઈ હિના ખાને તેના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો “યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”થી કરી હતી. 8 વર્ષ પછી અભિનેત્રી આ શોને છોડી દીધો હતું પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે તે ફરીથી “યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”માં જોવા મળશે. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, હિના “કસૌટી ઝીંદગી કી-2”થી ટીવી પર […]

Uncategorized

મુંબઈ

હિના ખાને તેના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો “યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”થી કરી હતી. 8 વર્ષ પછી અભિનેત્રી આ શોને છોડી દીધો હતું પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે તે ફરીથી “યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”માં જોવા મળશે.

એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, હિના “કસૌટી ઝીંદગી કી-2”થી ટીવી પર કમબેક પહેલા તેના જુના શો યે રિશ્તા… ના સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, હિનાનું શોમાં ગેસ્ટ અપીયરેંસ હશે.

સુત્રોના જણાવ્યા મુજબ અક્ષરા (હિના ખાન) પોતાની પુત્રી નાયરા (શિવાંગી જોશી)ના સપનામાં જોવા મળશે. તે નાયરાને સમજાવશે કે તેના લગ્નને ના તોડે. આપને જનાનવી દઈએ કે, હાલ યે રિશ્તા.. માં નાયર અને કાર્તિકના લગ્ન નાજુક મોડથી ચાલી રહ્યો છે. બંને ના તલાક ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે.

https://instagram.com/p/Bm1GJReB2EM/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આમતો મેકર્સે હિનાના જુના ફૂટેજનો પણ ઉપયોગ શકતા હતા. પરંતુ આ ડ્રામા સિક્વેંસના માટે હિનાને અપ્રોચ કરવામાં આવી છે. જો તમને યાદ હોય તો હિના યે રિશ્તા..ને સારા મોડ પર પૂર્ણ કરી શકી નહતી. મેકર્સ અને હિનાના વચ્ચે નારાજગી પણ હોવાના ન્યુઝ મળી રહ્યા છે. પરંતુ હિનાનના કમબેકના ન્યુઝ સાચા છે તો આ ફ્રેન્સ માટે ખુશીનો મોકો હશે.

લાંબા સમય પછી હિના કસૌટી-2  થી કમબેક કરવા જઈ રહી છે. તેવી ચર્ચા હાલ જણાવા મળી રહ્યું છે. આ શોમાં હિના કોમોલિકાની ભૂમિકામાં જોવા મળશે.