Not Set/ ભારતમાં વિવોના સ્માર્ટફોનમાં થયો ૪૦૦૦ રૂ. સુધીનો ધટાડો, આ મોબાઈલ પર મળશે ખાસ ઓફર

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની VIVO દ્વારા ભારતના વેચવામાં આવતા કેટલાક ખાસ મોબાઈલની કિંમતોમાં ૪૦૦૦ રૂપિયા સુધીનો ધટાડો કરાયો છે. આ કિંમતનો આ ઘટાડો કંપનીના Vivo V9, Vivo Y83 અને Vivo X21 સ્માર્ટફોન પર મળી રહી છે. કંપની દ્વારા જણાવ્યા મુજબ, વિવોના સ્માર્ટફોનમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો ૨૭ ઓગષ્ટ, સોમવારથી લઇ શકે છે. Vivo […]

Tech & Auto

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની VIVO દ્વારા ભારતના વેચવામાં આવતા કેટલાક ખાસ મોબાઈલની કિંમતોમાં ૪૦૦૦ રૂપિયા સુધીનો ધટાડો કરાયો છે. આ કિંમતનો આ ઘટાડો કંપનીના Vivo V9, Vivo Y83 અને Vivo X21 સ્માર્ટફોન પર મળી રહી છે.

કંપની દ્વારા જણાવ્યા મુજબ, વિવોના સ્માર્ટફોનમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો ૨૭ ઓગષ્ટ, સોમવારથી લઇ શકે છે.

Vivo V9 સ્માર્ટફોન જયારે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત ૨૨,૯૦૦ રૂપિયા હતી. જો કે હવે કંપની દ્વારા ઘટાડો કરાયા બાદ કિંમત ઘટીને ૧૮,૯૦૦ રૂપિયા થઇ ગઈ છે.

Vivo Y83ને ભારતમાં કંપની દ્વારા જૂન મહિનામાં ૧૪,૯૯૦ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ૪ GB રેમ અને ૩૨ GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે મળતો હતો.

આ ઉપરાંત ભારતના પહેલા ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરવાળા Vivo X21 સ્માર્ટફોનને ભારતના બજારમાં ૩૫,૯૯૦ રૂપિયામાં ઉતારવામાં આવ્યો હતો. એટલે કે આ સ્માર્ટફોનની કિંમતમાં પણ ૪,૦૦૦ રૂપિયા જેટલો ઘટાડો થઇ શકે છે.