Not Set/ ગુજરાત કોંગ્રેસ 10મી તારીખે પેટ્રોલ પંપોની તાળાબંધી કરશે : પરેશ ધાનાણી

આગામી દસમી તારીખે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ભારત બંધને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી 10મી તારીખે આપવામાં આવેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ પૂરું સમર્થન આપશે. તેમજ ભડકે બળી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવશે. […]

Top Stories Gujarat

આગામી દસમી તારીખે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ભારત બંધને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી 10મી તારીખે આપવામાં આવેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ પૂરું સમર્થન આપશે. તેમજ ભડકે બળી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવશે.

આગામી 10મી તારીખે પેટ્રોલ પંપોની તાળાબંધી કરવામાં આવશે. ઉપરાંત 18મી તારીખે મોંઘવારી અને પેટ્રોલના ભાવને લઈને ગાંધીનગરમાં સરકારનો વિરોધ કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીને લઈને 24 કલાકના પ્રતીક ઉપવાસ આંદોલન બાદ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના હાથે પાણી પી ને પારણા કર્યા હતા. અને 10મી તારીખના ભારત બંધને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને લઈને 10મી તારીખે પેટ્રોલ પંપોની તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવશે.

ધાનાણીએ ચીમકી આપતા કહ્યું હતું કે મને લાગે છે કે નરેન્દ્ર મોદી ખુદ ખેડૂત અને ગુજરાત વિરોધી છે. સરકાર ખેડૂતો માટે હકારાત્મક જવાબ નહિ આવે, તો આગામી સમયમાં વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે.