ઇન્દોર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે, ત્યારે તેઓ ઇન્દોરમાં દાઉદી વોહરા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હજરત ઈમામ હુસૈનની શહીદીના સ્મરણોમાં આયોજિત “અશરા મુબરકા” કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે વોહરા સમુદાયના ૫૩માં ધર્મગુરુ સૈયદના મુફદ્દુલ સૈફુદ્દીન પણ હાજર રહ્યા છે.
Indore: Syedna Mufaddal Saifuddin, spiritual head of the Dawoodi Bohra community felicitates Prime Minister Narendra Modi, at Saifee Mosque pic.twitter.com/FdAUVXlnsC
— ANI (@ANI) September 14, 2018
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, “વોહરા સમાજની દેશભક્તિ એક મિશાલ છે. તમારા બધાની વચ્ચે આવવું એ મને પ્રેરણા આપે છે. આ એક નવો અનુભવ રહ્યો છે.
#WATCH PM Narendra Modi at Saifee Mosque in Indore https://t.co/b0PK8KD2Hs
— ANI (@ANI) September 14, 2018
ઉલ્લેખનીય છે કે, વોહરા સમાજના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે જયારે કોઈ પ્રવચન કાર્યક્રમમાં કોઈ વડાપ્રધાન હાજર થઇ રહ્યા છે. બીજી બાજુ મધ્યપ્રદેશની શિવરાજ સરકાર દ્વારા પણ સૈફુદ્દીનને રાજકીય મહેમાન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.
Prime Minister Narendra Modi at Saifee Mosque in Indore to attend Ashara Mubaraka – the commemoration of martyrdom of Imam Hussain, organized by the Dawoodi Bohra community (sect within Ismaili branch of Shias). #MadhyaPradesh pic.twitter.com/42MyBht7Bl
— ANI (@ANI) September 14, 2018
પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું,
“અશરા મુબરકા”ના પવિત્ર અવસર પર તમે મને બોવાલ્યો, એટલા માટે હું તમારો આભારી છું.
વોહરા સમાજ હંમેશા શાંતિનો સંદેશો આપવા માટે કટિબદ્ધ રહ્યું છે.
દાઉદી વ્હોરા સમુદાયનાં કાર્યક્રમમાં હાજરી એ મારા માટે પ્રેરણાદાયી છે.
આપણને પોતાનાં અતિત પર ગર્વ છે.
વસુધૈવ કુટુમ્બની ધારણાં પર અમે કામ કરીએ છીએ.
ગુજરાતનાં વિકાસમાં વ્હોરા સમાજનો મોટો ફાળો રહ્યો છે.
દાઉદી વ્હોરા સમાજનો હું આભારી છું.
I convey birthday wishes to you in advance and pray for your long life. May you get success in all that you do for the country: Syedna Mufaddal Saifuddin, the spiritual head of the Dawoodi Bohra in Indore, #MadhyaPradesh pic.twitter.com/qQuPIpcygt
— ANI (@ANI) September 14, 2018
તમે મને જન્મદિવસ પહેલા આશીર્વાદ આપ્યા છે.
અમે વિશ્વને પરિવાર માનીયે છીએ.
વ્હોરા સમાજ લોકોને સાથે લઈને ચાલે છે.
વોહરા સમાજની ભૂમિકા રાષ્ટ્રભક્તિ માટે ખુબ મહત્વની રહી છે.
ધર્મગુરુઓ પોતાના પ્રવચનના માધ્યમથી પોતાની ધરતીની મહોબ્બતની વાતો કરતા હોય છે.
Bohra samaj ke saath mera rishta bahut purana hai, main ek prakaar se samaaj ka sadasy ban gaya hun. Aaj bhi mere darwaaze aapke parivaar jaanon ke liye khule hain: PM Narendra Modi addressing Dawoodi Bohra community at Saifee Mosque,Indore pic.twitter.com/jSbdIR56Jq
— ANI (@ANI) September 14, 2018
વોહરા સમાજ સાથે મારા નાતો ખુબ જુનો રહ્યો છે અને હું આ પરિવારનો સભ્ય છું.
હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ વોહરા સમાજ હંમેશા મારી સાથે હતો.
હું ઘણીવાર ધર્મગુરુઓને મળવા માટે સુરતના એરપોર્ટ પર પહોચ્યો હતો.
ગુજરાતમાં મારા દ્વારા જયારે જનતા માટે પાણીની ચિંતા કરવામાં આવી ત્યારે તેઓએ આ માટે કામ કરવાનું શરુ કરી દીધું હતું.
વોહરા સમાજ ઘણા પ્રકારના સ્વાસ્થ્ય માટે સમાજમાં મદદ કરે છે.
સરકાર દ્વારા પણ લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવામાં આવી રહી છે.
Ayushman Yojana has come as a savior for about 50 crore poor people of the country. It will ensure free medical treatment worth Rs 5 lakhs in one year. The trial of this scheme is underway: PM Narendra Modi at Saifee Mosque in Indore. #MadhyaPradesh pic.twitter.com/qC8AF7SFks
— ANI (@ANI) September 14, 2018
આયુષ્યમાન ભારત દ્વારા ૫૦ કરોડ લોકોને મેડિકલની સુવિધા મફતમાં મળશે.
અત્યારસુધીમાં વોહરા સમાજના લોકોએ અંદાજે ૧૧,૦૦૦ લોકોને પોતાનું ઘર આપ્યું છે,અમારી સરકાર પણ ૨૦૨૨ સુધી દેશના દેરક નાગરિકને પોતાનું ઘર આપવા માંગે છે.
