Not Set/ કોચી હોમ ગાર્ડનો વિડીયો થયો વાયરલ, છોકરીઓને અયોગ્ય રીતે અડતાં ઝડપાયા કેમેરામાં

કોચીમાં એક માણસ પોલીસ યુનિફોર્મમાં એક ચર્ચ બહાર ઊભો હતો અને તે શાળામાંથી બહાર નીકળતી છોકરીઓને અયોગ્ય જગ્યાએ અડી રહ્યો હતો અને આ બધું એક માણસે પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. પોલીસ જાતે કરીને આવી હરકત કરી રહ્યા હતા. આ વિડીયો મંગળવારે આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં જે […]

India Trending

કોચીમાં એક માણસ પોલીસ યુનિફોર્મમાં એક ચર્ચ બહાર ઊભો હતો અને તે શાળામાંથી બહાર નીકળતી છોકરીઓને અયોગ્ય જગ્યાએ અડી રહ્યો હતો અને આ બધું એક માણસે પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. પોલીસ જાતે કરીને આવી હરકત કરી રહ્યા હતા. આ વિડીયો મંગળવારે આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વિડીયોમાં જે ટ્રાફિક હોમગાર્ડ દેખાઈ રહ્યા છે એની ઓળખ શિવકુમાર તરીકે થઇ છે. આ ઓફિસર 58 વર્ષનાં છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ એની બાજુમાંથી પસાર થતી માઇનોર છોકરીઓને અયોગ્ય રીતે અડતાં હતા. એમની આ હરકતને લઈને અમુક સ્કુલની છોકરીઓએ પાછળ ફરીને એની સામે જોયું પણ હતું. જયારે અમુક છોકરીઓએ એમનાં પોલીસ યુનિફોર્મને જોઇને એવું માની લીધું કે આ અજાણતા થયું હશે.

આ હરકત બાદ એમનો વિડીયો વાયરલ થયો તેમ છતાં એમને ડ્યુટી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. એમને ફાયર અને રેસ્ક્યુ સર્વિસ ડીપાર્ટમેન્ટમાં ખસેડવામાં આવ્યા છે.એમનાં વિરુદ્ધ IPC 354 ધારા અને  POCSO નાં સેક્શન 7 અને 8 હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.