Not Set/ યુપીનાં બહરાઈચ જીલ્લામાં મોતનું તાંડવ, 45 દિવસમાં 71 માસુમ બાળકોનાં મૃત્યુ

ઉત્તર પ્રદેશ રાજ્યની હોસ્પીટલમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે. એક પછી એક બાળકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. યુપીનાં બહરાઈચ જીલ્લામાં બાળકોનો મૃત્યુઆંક ચોકાવનારો છે. છેલ્લાં ઘણા દિવસોથી બહરાઈચ જીલ્લા હોસ્પીટલમાં બાળકોનાં મૃત્યુ થઈ રહ્યા છે અને આંકડો 70 ને પાર કરી ચુક્યો છે. છેલ્લાં 45 દિવસમાં બહરાઈચ જીલ્લા હોસ્પીટલમાં 71 બાળકોનાં મૃત્યુ થયા છે. 71 […]

Top Stories India

ઉત્તર પ્રદેશ રાજ્યની હોસ્પીટલમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે. એક પછી એક બાળકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. યુપીનાં બહરાઈચ જીલ્લામાં બાળકોનો મૃત્યુઆંક ચોકાવનારો છે. છેલ્લાં ઘણા દિવસોથી બહરાઈચ જીલ્લા હોસ્પીટલમાં બાળકોનાં મૃત્યુ થઈ રહ્યા છે અને આંકડો 70 ને પાર કરી ચુક્યો છે. છેલ્લાં 45 દિવસમાં બહરાઈચ જીલ્લા હોસ્પીટલમાં 71 બાળકોનાં મૃત્યુ થયા છે.

મેડીકલ સુપરીન્ટેન્ડન્ટે કહ્યું કે, ‘અલગ અલગ બીમારીઓના કારણે બાળકોનાં મૃત્યુ થયા છે. અમારી પાસે 200 બેડ છે પરંતુ અત્યારે 450 પેશન્ટ ભરતી થયેલ છે. અમે લોકોની જિંદગી બચાવા માટે અમારાથી થઇ શકે એટલું બેસ્ટ આપી રહ્યા છીએ.’

આ ઉપરાંત યુપીના બીજા જીલ્લામાં છેલ્લાં છ અઠવાડિયામાં 79 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. રાજ્ય સરકારે બુધવારે જીલ્લા સ્તરે મેડીકલ ટીમને સક્રિય ઓબ્ઝર્વેશન કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી ઓફિસરે જણાવ્યું કે તાવને કારણે 79 લોકોનાં મૃત્યુ થયા છે. બરેલીમાં સૌથી વધુ 24 લોકોનાં મૃત્યુ થયા છે. સીતાપુરમાં આઠ લોકોના, શાહજહાપુરમાં બે લોકોનાં મૃત્યુ થયા છે. મેડીકલ ટીમને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે કે તેઓ બધા કિસ્સામાં ઊંડાણમાં જઈને ઓડીટ કરે.