Not Set/ ભારતીય ટીમની કમાન સંભાળવા અંગે રોહિતે આપ્યું મોટું નિવેદન, કહ્યું., “ફૂલ ટાઈમ….

નવી દિલ્હી, યુએઈમાં રમાયેલા  એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બંગલાને ૩ વિકેટે હરાવી શાનદાર જીત મેળવી હતી. અત્યંત રોમાંચક બનેલી મેચમાં જીત મેળવવાની સાથે જ ભારતનું સાતમી વખત ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું છે. એશિયા કપમાં ભારતીય ટીમના સફરની વાત કરવામાં આવે તો, આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અજેય રહ્યું છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ […]

Trending Sports

નવી દિલ્હી,

યુએઈમાં રમાયેલા  એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બંગલાને ૩ વિકેટે હરાવી શાનદાર જીત મેળવી હતી. અત્યંત રોમાંચક બનેલી મેચમાં જીત મેળવવાની સાથે જ ભારતનું સાતમી વખત ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું છે.

એશિયા કપમાં ભારતીય ટીમના સફરની વાત કરવામાં આવે તો, આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અજેય રહ્યું છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનને પણ બે વાર ધૂળ ચટાડી છે, ત્યારે હવે ભારતના આ શાનદાર પ્રદર્શન અંગે ટીમના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માની પણ ખુબ પ્રશંસા થઇ રહી છે.

“ફૂલ ટાઈમ” કેપ્ટન બનવા માટે છું તૈયાર

national-asia-cup-ready-captaincy-opportunity-comes-rohit sharma

 આ વચ્ચે રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, “જયારે પણ મૌકો મળશે ત્યારે તેઓ “ફૂલ ટાઈમ” કેપ્ટનશી કરવા માટે તૈયાર રહેશે”.

ત્રણવારની IPL વિજેતા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, શું તમે ભવિષ્યમાં લાંબા સમય માટે કેપ્ટન બનવા તૈયાર છો ?

national-asia-cup-ready-captaincy-opportunity-comes-rohit sharma

આ પ્રશ્નનો જવાબ આપતા તેઓએ હસતા હસતા કહ્યું, “નિશ્ચિતપણે, અમે હાલમાં જે રીતે જીત મેળવી છે તે જોતા હું કેપ્ટન બનવા માટે તૈયાર છું. જયારે પણ મૌકો મળશે, ત્યારે હું તૈયાર રહીશ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના કાયમી કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં એશિયા કપમાં ટીમની કમાન રોહિત શર્માને આપવામાં આવી હતી.