Not Set/ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો Must watch વીડીયો, એક થયા કાર્તિક-નાયરા..

મુંબઈ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. તેમની ફેવરેટ જોડી કાર્તિક નાયરા અંતે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાય રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલ દુઃખદ ટ્રેકથી હવે દર્શકોને છુટકારો મળવા જઈ રહ્યો છે. કેમકે કાર્તિક ખુબ જ ફિલ્મી અંદાજમાં નાયરાને તેની દુલ્હન બનાવવા જઈ રહ્યો છે. શોના જુના પ્લોટમાં […]

Uncategorized

મુંબઈ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. તેમની ફેવરેટ જોડી કાર્તિક નાયરા અંતે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાય રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલ દુઃખદ ટ્રેકથી હવે દર્શકોને છુટકારો મળવા જઈ રહ્યો છે. કેમકે કાર્તિક ખુબ જ ફિલ્મી અંદાજમાં નાયરાને તેની દુલ્હન બનાવવા જઈ રહ્યો છે.

Image result for Yeh Rishta Kya Kehlata Hai. Must watch kartik naira

શોના જુના પ્લોટમાં તમે જોયું હતું કે કાર્તિકની દુલ્હન બનેલ નાયરા આ લગ્ન કરવા માટે ના કરી દે છે. જોકે તેના પાછળનું કારણ હતું નાયરાનું બ્રેનમાં બ્લડ કલોટની સમસ્યા. બ્રેનમાં કલોટના કારણથી ડોકટર્સના કહ્યા પ્રમાણે થોડા સમય પછી નાયારા તેની યાદશક્તિ ગુમાવી શકે છે. એટલા માટે નાયરા નતી ઇચ્છતી કે આ વિશે કાર્તિકને જાણ થાય અને તે કાર્તિક સાથે લગ્ન કરીને કાર્તિકની લાઈફ ખરાબ કરવા માંગતી નહતી. જોકે આ વિશે કાર્તિકની માતાને જાણ હોવાથી તે કાર્તિકના જુઠા લગ્ન આશી સાથે કરવવાનો પ્લાન બનાવે છે જેથી કરીને નાયરાને તેની ભૂલનો અહેસાસ થઇ જાય.

કાર્તિકની માતાએ જેવું વિચાર્યું હતું એવું જ થાય છે નાયરા કાર્તિક-આશીના લગ્ન દરમ્યાન જ કાર્તિક માટેનો પોતાનું પ્રેમ કબૂલ કરે છે. અને એકવાર ફરીથી કાર્તિક-નાયરા એક બીજાને અપનાવવા તૈયાર થઇ જાય છે.